તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જાખણ ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
જાખણ ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ
  • લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત કરી વાહન ચાલક ફરાર

લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતુ. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું
લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર જાખણ ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...