તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે વહેલી સવારના હળવદ હાઈવે પર આવેલ મોરબી ચોકડી નજીક રોડ પર બંધ પડેલા ટ્રક પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાનુ જાણવા મળ્યું છે
બનાવની વધુ જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના પીટોલ ભુજ રૂટની એસટી બસ હળવદ થી ભુજ તરફ જવા નીકળી હતી ત્યારે હળવદ નજીક આવેલ મોરબી ચોકડી પાસે રોડ પર ટ્રક પાછળ એસટી બસ ધડાકા ભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એસટી બસમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું જ્યારે પાંચ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે પ્રથમ વખત સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા
બનાવને પગલે ટાઉન બીટ જમાદાર ભરતભાઈ આલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રક પાછળ એસટી બસ અથડાતા ઇજાગ્રસ્તોને ભારે મહેનત બાદ એસટી બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
આ ગંભીર અકસ્માતમાં માજમ બેન નાનજીભાઈ ડિંડોર ઉ.૪૦ રહે સંતરામપુર નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મુકેશભાઈ ધનજીભાઈ સીંગાડીયા ઉ.૩૦ રહે.એમ.પી,રાહુલભાઈ પારસીંગભાઈ ડામોર ઉ.૧૭ રહે.એમ.પી,સોમલાભાઈ પાવરીભાઈ વાખલા ઉ.૩૩ રહે.પરવઠ,નાનજીભાઈ ધાનાભાઈ ડીંડોર ઉ.૫૦ રહે.મહિસાગર, મોનુભાઈ રમેશભાઈ ડામોર ઉ.૨૧ રહે.એ.પી.. સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.