બે સપ્તાહના વિરામ બાદ ફરી મેઘમહેર:લખતરમાં બે કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • જિલ્લાભરમાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી જિલ્લાના લખતરમાં બે સપ્તાહના વિરામ બાદ ફરી મેઘમહેર થઈ છે. લખતરમાં બે કલાકમાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ ખાબકડા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજ્યના અનેક વિસ્તારમાં ફરી મેઘમહેર થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે લખતર પંથકમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બે સપ્તાહના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાંપટા વરસ્યા છે. લખતરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...