સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે મોટાભાગના લોકો વાડીએ મકાન બનાવીને રહે છે. ત્યારે પતિ-પત્નિ બહાર ગયાનો મોકો ઉઠાવી ચોરે ધોળા દિવસે ચાંદી, રોકડ સહિત રૂ. 1.50 લાખની મતા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.મૂળી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો ખૂબ જ બની રહ્યા છે. જેમાં અમુક ગુના દાખલ થાય છે, જ્યારે અમુકમાં પોલીસ અરજી લઇને કાર્યવાહી હાથ ધરે છે.
મૂળી તાલુકાના ખંપાળિયા ગામે રહેતા જાદુભાઇ સતાભાઇ વસવેલિયા અને તેમના પત્નિ પાકને પાણી પીવડાવા ખેતરે ગયા હતા. અને બાદમાં લૌકિક ક્રિયાએ ગયા બાદ કોઇ અજાણ્યા શખ્સે એમના ઘરમાં પ્રવેશી તિજોરીમાં રાખેલા 2 ચાંદીના કડલા, 2 ચાંદીનાં સરલ, 1 ચાંદીની લકી તેમજ કપાસનું વેચાણ કરી રાખેલા રૂ. 1.25 લાખ રોકડા સહિત 1.50 લાખની મતા સાફ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.જ્યારે પ્રાથમિક તપાસમાં જે ઇસમ ચોરી કરવા આવ્યો છે, તેને બૂટ પહેરેલા છે. અને તેનાં પગલા રાયસંગપર તરફ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.