તાપમાન:જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ - મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોટીલા 7, દસાડા 6, લખતર 5, લીંબડી 2, વઢવાણ 6, મૂળી 5 મીમી વરસાદ થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસ વિરામ લીધા બાદ ફરી વરસાદ થયો હતો.આથી જિલ્લામાં એક દિવસમાં 31 મીમી વરસાદ થયો હતો.શનિવારે લઘુતમ 22.5 અને મહત્તમ 35.5 ડિગ્રી તથા હવાની ગતી 7 કિમી અને ભેજનું પ્રમાણ 44 ટકા નોંધાયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ સુધી વરસાદ રહ્યા બાદ શુક્રવાર એક દિવસ વિરામ લીધો હતો.શનિવારે સવારથી બપોર સુધી સાફ વાતાવરણ વચ્ચે ગરમીનો પારો વધી રહ્યો હતો.પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે વરસાદ થયો હતો.ત્યારે એક દિવસમાં ચોટીલા 7, દસાડા 6, લખતર 5, લીંબડી 2,વઢવાણ 6, મૂળી 5 મીમી વરસાદ થયો હતો.જિલ્લામાં શનિવારે લઘુતમ તાપમાન 22.5 અને મહત્તમ તાપમાન 35.5 તથા હવાની ગતી 7 કિમી અને ભેજ 44 ટકા નોંધાયો હતો.

મૂળી તાલુકાનાં નવાણીયા , સરલા, શેખપર, વિરપર સહિત ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. લખતર શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા સાકર, વણા ગામે સીમમાં અને પેઢડા ગામે કરા પડ્યા હતા.આથી એપીએમસીમાં ખેડૂતોના ટ્રેકટરો તાત્કાલિક પતરા નીચે મૂકવામાં આવ્યા હતા.

જ્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વાવાઝોડું ડમરીને પવનનું જોરદાર વરસાદનું ઝાપટું થયુ હતુ. ધ્રાંગધ્રા પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.જેમાં માકેટીગ યાર્ડમાં રાખેલ અનાજ પલળી ન જાય તે માટે પાલ્ટીક ઢાંકી કામગીરી કરવામાં દોડધામ આવી હતી. ચોટીલામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવતા પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. હજુ પણ વાદળછાયા વરસાદની આગાહી છે.

જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. ચોટીલામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવવા સાથે વરસાદ થયો હતો. જ્યારે લખતર તાલુકાના સાકર ગામે કરા પડ્યા હતા. તસવીર-અનિરુદ્ધસિંહ ચૌહાણ, સતીશ આચાર્ય

અન્ય સમાચારો પણ છે...