તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 790 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. બુધવારે કોરોના જિલ્લામાં નિલ રહ્યો હતો અને વધુ 7 દર્દીઓ રીકવર થયા હતા. બીજી તરફ 12 સ્થળે જિલ્લાના 613 કર્મચારીઓએ કોરોનાની વેકસીન લીધી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રભાવ મંદ પડયો હોય તેમ ઓછા કેસો સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરી માસના 10 દિવસમાં જ 5 દિવસ એવા રહ્યા છે કે, કોરોના નિલ આવ્યો હોય. અને બાકીના દિવસોમાં પણ કુલ 6 કોરોનાના કેસ નોંધાયા છે. બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 790 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એકપણ કેસ પોઝીટીવ આવ્યો નથી. બુધવારે કોરોના નિલ આવતા જિલ્લાનું કોરોના મીટર 3439 પર સ્થીર રહ્યુ છે.
બીજી તરફ જિલ્લામાં વધુ 7 દર્દીઓ કોરોનામુકત થતા હાલ કોરોનામુકતની સંખ્યા વધીને 3196 પર પહોંચી છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમ દરમિયાન બુધવારે પણ મંગળવારની જેમ 12 સ્થળે કોરોનાની રસીકરણ હાથ ધરાયુ હતુ. જેમાં 613 કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.