કોરોના સંક્રમણ:બુધવારે કોરોનાના 3 કેસ અને 5 દર્દી સાજા થયા

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 162માંથી 126 સાજા થતા 36 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે વઢવાણમાં-2 અને સાયલામાં-1 સહિત કોરોનાન 3 કેસ નોંધાયા હતા. આ દિવસે 5 લોકો સાજા થતા 36 એક્ટિવ કેસ રહ્યા હતા. જ્યારે જિલ્લામાં 9,834 લોકોએ રસી લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે આરટીપીસીઆરના-824 અને એન્ટિજનના-145 સહિત કુલ 969 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-2 અને સાયલા ગ્રામ્યમાં-1 સહિત કુલ 3 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા.

આ દિવસ 5 દર્દી સાજા થતા જિલ્લામાં કુલ 162 કેસમાંથી 126 લોકો સાજા થતા 36 એક્ટિવ કેસ રહ્યા છે. જ્યારે બુધવારે 62 કેન્દ્ર પર 9,834 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 32,57,269 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,80,529 લોકોએ પ્રથમ તેમજ 15,93,252 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 1,82,488 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,47,171 પુરૂષો તેમજ 14,26,066 મહિલાઓએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્ડની 25,59,586 અને કોવેક્સિનની 6,12,746 લોકોએ ડોઝ લીધો હતો. જિલ્લામાં 12થી 14 વર્ષના લોકોએ 84,937 કોબર વેક્સનની ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...