રસીકરણ:ગુરુવારે 19238એ રસી લીધી 15 લાખના આંકને પાર કરતું રસીકરણ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે રિવ્યુ બેઠક, સમીક્ષા કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 લાખને પાર કરીને 15,03,977 લોકોનુ રસીકરણ થયુ હતુ. ગુરૂવારે 19238 લોકોએ રસી મૂકાવી હતી. બીજી તરફ લોકોને સાવચેત રહી નવરાત્રી પર્વની ઉજવણી કરવા અને રસી લેવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. 7-10-2021ના રોજ કલેકટર એ.કે.ઔરંગાબાદકર, અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. એન. કે. ગવ્હાણે દ્વારા ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે રિવ્યુ બેઠક અને સમીક્ષા કરાઈ હતી.

ખાનગી ડોક્ટરોનો સાથ સહકાર લઇ ઓપીડી, આઇપીડી વર્ક વધારવા સુચનો આપવામા આવી હતી. જ્યારે “ જેમ બે દાંડિયા વિના નવરાત્રી અધૂરી છે. એમ જ 2 વેકસિનના ડોઝ વિના સુરક્ષા અધૂરી છે’’ તેમજ “ જેમ માતાજીના આશીર્વાદરૂપી સુરક્ષા જરૂરી છે. એમ રસીકરણ રૂપી સુરક્ષા કવચ પણ જરૂરી છે.’’ સહિતનું માર્ગદર્શન અપાયું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચન્દ્રમણિકુમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાને વિનંતી કરાઈ હતી કે નવરાત્રીની ઉજવણીમાં કોવિડના માર્ગદર્શન અનુસરીને માસ્કનો ઉપયોગ કરવો અને વારંવાર હાથ હોવા તેમજ સામાજીક અતંર રાખીની આ પર્વની ઉજવણી કરવી. ગરબાના પ્રોગ્રામમાં આયોજકો કાળજી રાખે. સુરેન્દ્રનગર આરોગ્ય ટીમ દ્રારા દરેક ગામમાં આઇઇસી કરાઈ આવી છે. લોકોને સાવચેત રહી પર્વની ઉજવણી કરવા અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...