ભારતીય સનાતન સંસ્કૃતિનો ઇશ્કોન અને પ્રભુપાદજીના માર્ગદર્શનમાં વિદેશોમાં પણ ખુબ પ્રચાર પ્રાસાર થયો હતો. જેમાં યુરોપીયન, અમેરીકન, રશીયન,ચાઇના સહિતના દેશોમાં હાલ ઇશ્કોનના અનુયાયીઓ વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રવિવારના રોજ વહેલી સવારે શહેરના મુખ્ય માર્ગો પર પાંચ વિદેશી લોકો હરે રામા હરે કૃષ્ણા ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે મહામંત્રનું ગાયન કરતા જણાયા હતા.આમ વિદેશી લોકોને શુધ્ધ હિન્દીમાં વાત કરતા અને ભજન કરતા તથા ભગવદ ગીતા સહિત ધાર્મિક પુસ્તકો વિતરણ કરતા જોઇ લોકોમાં આશ્ચર્યની લાગણી છવાઇ હતી.
આ અંગે ઇશ્કોનના આકાશભાઇ પટેલ અને ઝેડએફટીઆઇના કૈકીન ભાઇ ગણાત્રાએ જણાવ્યુ પાંચ લોકો સ્પેન, કઝાકીસ્તાન અને રશીયાથી અહીં આવ્યા છ પાંચ દિવસ રોકાણ માટે જયદિપભાઇ પ્રજાપતિ અને પ્રવિણસિંહ ઝાલા દ્વારા રહેવાની વ્યવસ્થા કરાઇ છે. જેમાં તેઓના નામ કઝાકિસ્તાનના મારાત ઉર્ફે માધવપુરી પ્રભુ, રશીયાના શેરગી શ્રૃતદેવપ્રભુ, યુક્રેનના એન્ડ્રી ઉર્ફે આનંદા ગોપાલ પ્રભુ, રશીયાના એલેક્સી અલક્રિતા ગૌરાપ્રભુ, રશીયાના રોમા ઉર્ફે રામદાસ પ્રભુ છે.
તેઓએ જણાવ્યુકે ભારતીય સનાતન સંસ્કૃતિનો તેઓના દેશમાં ઇશ્કોન તથા પ્રભુપાદજીના વિચારોથી તેઓ પ્રભાવીત થયા હતા.આથી તેઓએ ઇશ્કોન અને સનાતન સંસ્કૃતિના પ્રચારક તરીકે જીવન અપનાવ્યુ છે. ભગવદ ગીતાના વાંચન બાદ તેઓની જીવનમાં પરીવર્તન આવ્યુ તેનાથી તેમની જીંદગી બચી છે. જેથી માંસાહાર, દારૂ જેવી પ્રવૃતિ છોડી શાકાહાર અપનાવ્યો છે. જ્યારે હાલ દરેક એકાદશી ઉપવાસ પણ કરે છે.અને દેશવિદેશમાં કિર્તન કરી સંસ્કૃતિ પ્રચાર કરે છે. આ અંગે માધવપુરી પ્રભુખે જણાવ્યુકે એન્જીનીયર રેડીયોલોજીમાં કર્યુ હતુ અને માઇનીંગના બીઝનેશમાં હતા.
જ્યારે શ્રૃતદેવપ્રભુ એજણાવ્યુકે તેઓ રેડીયો એન્જીન્યરીંગ કરી ફેબ્રીકેશનમાં એન્જીન્યરીંગ કરતા હતા 1994માં ઇશ્કોનમાં મનની શાંતી માટે જોડાયો છું, આનંદગોપાલ પ્રભુ ઇલેક્ટ્રીકલ એન્જીન્યરીંગ કર્યુ છે અને સનાતન અપનાવ્યા બાદ દારૂ માંસ સહિત છોડી દીધા છે. અલંક્રિતાદાસ પ્રભુએ જણાવ્યુ કે પોતે ટ્રેઇન ડ્રાઇવર હતા 10 વર્ષથી ઇશ્કોનમાં જોડાયા છે.
રામદાસપ્રભુએ જણાવ્યુ કે પોતે સીવીલ એન્જીન્યર હતા અને વર્ષ 2015માં ઇશ્કોનની ફિલોસોફી તેમને આકર્ષતા પ્રચારક બન્યા છે.હાલ ભજન કિર્તન થકી શાંતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ હાલ ભારતીય લોકો જ્યારે વિદેશના આકર્ષણમાં પોતાની સનાતન સંસ્કૃતિ ભુલાવતા જાય છે પરંતુ વિદેશી લોકો સનાતન અપનાવી તેની રાહ પર આગળ વધવા ભારતમાં પ્રચાર કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.