લોકોમાં રોષ:દાદભાની શેરીથી કસ્બા શેરી સુધીના રોડ પર ગટરમાંથી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ શહેરના દાદભાની શેરીથી કસ્બા શેરી સુધીના રસ્તા પર ભૂગર્ભ ગટરમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. - Divya Bhaskar
વઢવાણ શહેરના દાદભાની શેરીથી કસ્બા શેરી સુધીના રસ્તા પર ભૂગર્ભ ગટરમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
  • વઢવાણ શહેરમાં વારંવાર ઉભરાતાં ગટરનાં પાણીથી રાહદારી, વાહનચાલકો પરેશાન

વઢવાણ શહેરના દાદભાની શેરીથી કસ્બા શેરી સુધીનો અંદાજે 200 મીટર મુખ્ય રસ્તો આવેલો છે. ત્યારે આ રસ્તા પર વારંવાર ભૂગર્ભ ગટરમાંથી કેમિકલયુક્ત પાણી ફરી વળતા લોકોમાં રોષ ફેલાયો હતો. આવા પાણી રસ્તા પર ન નીકળે તે માટે યોગ્ય કાર્યવાહીની લોકમાંગ ઉઠી હતી. વઢવાણ શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરો નાંખવામાં આવી છે. પરંતુ કેટલાક રસ્તાઓ તેમજ વિસ્તારોમાં આ ગટરોના પાણી હજુ પણ બહાર નીકળતા હોવાની રાવ ઉઠી છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને આજુબાજુમાં રહેતા વિસ્તારના લોકોને આ કેમિકલયુક્ત પાણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ વઢવાણ શહેરમાં રંગાટની કામગીરી ઠેર ઠેર ચાલતી હોવાથી તેના કેમિકલયુક્ત કલરવાળા પાણી અનેક વિસ્તારોમાં નીકળતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે દાદભાની શેરીથી લઇને કસ્બા શેરી વિસ્તારના આ રસ્તા પર જૈનનું નાનું દેરાસર આવેલું હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે. ત્યારબાદ ચામડી સહિતના રોગનો લોકોમાં ભય રહે છે.

આ અંગે મુનાભાઈ વડદરિયા, સુમીર બેલીમ વગેરે જણાવ્યું કે, આ રસ્તા પરથી ધોળીપોળ, એસબીઆઇના એટીએમ તેમજ ગ્રામીણ બેંક, મસ્જીદ ચોક સહિતના સ્થળો પર જવા લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. આ રસ્તા પર વારંવાર કેમિકલયુક્ત પાણી ગટરમાંથી ઉભરાતા રસ્તા પર નીકળતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...