પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે અને આંતરરાષ્ટ્રીય બાળ દિન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર જંક્શન ખાતે વિરાટ બાળ બાલિકા સંમેલનનું આયોજન થયું હતું. બાળકોમાં સારા સંસ્કાર આવે એ માટે ચાલો આદર્શ બનીએ એ થીમ ઉપર સંપૂર્ણ કાર્યક્રમ હતો. જેમાં પીપીટી વીડિયો જોકર દ્વારા વિશિષ્ટ રજૂઆત એક્ટિવિટી પ્રશ્નોત્તરી અને ગેમ દ્વારા આદર્શ બાળક આદર્શ વિદ્યાર્થી અને આદર્શ નાગરિક કેવી રીતે બનવું તેનું માર્ગદર્શન સંતો અને કાર્યકરોએ આપ્યું હતું.
આ સંમેલનમાં સુરેન્દ્રનગર શહેર, ધાંગધ્રા, થાન, લીંબડી તથા આજુબાજુના વિસ્તારોના 1400થી વધારે બાળ-બાલિકા પધાર્યા હતા. બાળકોએ જમ્પિંગ, રીંગ ફેક જેવી 12થી વધારે પ્રકારની ગેમનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં આવનાર બાળકોએ માતા-પિતાને પગે લાગવું, સારો અભ્યાસ કરીશ, મોબાઈલ ગેમનો ત્યાગ કરીશ, લાઈટ- પાણી બચાવીશ વગેરે નિયમો ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા પૂજ્ય કોઠારી સ્વામી ધર્મચિંતન સ્વામીનો સહકાર, માર્ગદર્શન મળ્યા હતા. મિહિરભાઈ લાવરી, વિશાલભાઈ દવે, અલ્પેશભાઈ સોલંકી, હાર્દિકભાઈ સતાપરા સહિતનાએ જહેમત ઊઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.