ઉમેદવારી ફોર્મ:ચોથા દિવસે લીંબડીમાં 14 સહિત 40 ફોર્મ લેવાયાં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ 121 ઉમેદવારી ફોર્મ ઉપડ્યાં એક પણ પરત નથી આવ્યું
  • જિલ્લામાં સૌથી વધુ લીંબડી અને સૌથી ઓછા ધ્રાંગધ્રા બેઠક પરથી ફોર્મ ભરાઇ ગયાં
  • ​​​​​​​ગ્રહણ બાદ 4 દિવસમાં​​​​​​​ સૌથી વધુ ​​​​​​​ફોર્મ બુધવારે ઉપડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા શનિવાર હાથ ધરવામાં આવી છે.જેના ત્રીજા દિવસે 40 ઉમેદવારી પત્રકો લઇ જવામાં આવ્યા હતા.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 121 ફોર્મ લઇ તો જવાયા છે પરંતુ ભરીને પરત કરવામાં આવ્યા નથી. ઝાલાવાડની પાંચ વિધાન સભા બેઠકોની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.આથી હાલ ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાઓ શનિવારથી જિલ્લામાં ચાલુ કરી દેવામાં આવી છે.જિલ્લામાં હજુ સુધીમાં મુખ્ય ધારાના પક્ષોએ ઉમેદવાર જાહેર કર્યા નથી પરંતુ ઉમેદવારી પત્રકો ઉપાડની સંખ્યા સમયાંતરે વધી રહી છે.

ત્યારે ગ્રહણ બાદ જિલ્લામાંચાર દિવસમાં સૌથી વધુ ફોર્મ બુધવારના રોજ ઉપડ્યા હતા.જેમાં એક દિવસમાં કુલ 40 ઉમેદવારી ફોર્મ લઇ જવામાં આવ્યા હતા.ઉમેદવારી પત્રકો વિતરણની વ્યવસ્થા જિલ્લાના વિધાનસભા વિસ્તારના તાલુકા સેવા સદનોમાં કરવામાં આવી છે.ત્યારે ત્રણ દિવસમાં અત્યાર સુધીમાં 121 ઉમેદવારી પત્રકો લઇ જવાયા છે.જેમાં સાંથી વધુ લીંબડી વિધાનસભા માટે 45 અને સૌથી ઓછા ધ્રાંગધ્રા બેઠક માટે 15 ફોર્મ લઇ જવામા આવ્યા છે.આગામી તા.14-11-2022 સુધી ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે જ્યોર 17-11-2022 તારીખ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.

વિધાનસભાનો વિસ્તાર
વિધાનસભાચોથા દિવસેકુલ
{ દસાડા616
{ લીંબડી1445
{ વઢવાણ927
{ ચોટીલા419
{ ધ્રાંગધ્રા715
{ કુલ40121

પ્રતિબંધ: ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલ પાસે પ્રચાર કાર્યાલય પર રોક
જિલ્લા મેજિસ્ટ્રેટ કે. સી. સંપટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર પ્રચાર અભિયાન માટેની હંગામી કચેરી,ઓફિસ કોઈ પણ જાહેર સ્થળો કે પ્રાઇવેટ સ્થળો પર દબાણ કરીને, ધાર્મિક સ્થળો તથા ધાર્મિક સ્થળોના પ્રાંગણમાં, શૈક્ષણિક સંસ્થા કે હૉસ્પિટલની બાજુમાં, મતદાન બુથની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં શરૂ કરી શકાશે નહીં. આ ઉપરાંત ઑફિસ પર પક્ષનો ફક્ત એક જ ધ્વજ અને પક્ષનાં પ્રતીક તથા ફોટોગ્રાફ સાથે એક જ બેનર દર્શાવી શકાશે.

વ્યવસ્થા: મહિલા ITIના સ્ટ્રોંગ રૂમમાં EVM, ચૂંટણી સાહિત્ય મુકાયું
ઇવીએમ, વીવીપેટ સહિતનું મહિલા આઇટી આઇ ખાતે સ્ટ્રોંગ રૂરમમાં સુરક્ષિત મુકવામાં આવ્યુ છે. આગામી સમયમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...