તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:પ્રથમ દિવસે સંયુક્ત પાલિકામાં કોંગ્રેસે 100 ફોર્મ લીધાં ભાજપના દાવેદારો હજુ અવઢવમાં, ફોર્મ પણ ન લીધાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ લેવાયા. - Divya Bhaskar
લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ લેવાયા.
 • પાલિકાની 52 બેઠક માટે ભાજપમાં 351થી વધુ અને કોંગ્રેસમાં 153થી વધુ દાવેદાર
 • સંયુક્ત પાલિકામાં 158, લીંબડીમાં 55, પાટડીમાં 40, ચોટીલામાં 36 ધ્રાંગધ્રામાં 6 દાવેદારે ફોર્મ ઉઠાવ્યાં

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાની ચૂંટણી જાહેર થતાની સાથે રાજકિય પક્ષોમાં પ્રથમ ઉમેદવારની પસંદગી માટેની મથામણ શરૂ થઇ ગઇ હતી. ભાજપ અને કોંગ્રેસની સાથે આપ અને એનસીપી પણ આ ચૂંટણીમાં મેદાનમાં આવવાની છે. ત્યારે તા.8 ફેબ્રુઆરીને સોમવારથી ફોર્મ ઉપાડવાની શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ દિવસે જ ચૂંટણી લડવા માટે ઉત્સુક એવા 158 વ્યકિતએ ફોમ ઉપાડયા હતા. જ્યારે લીંબડી નગરપાલિકામાં 55, પાટડીમાં 40, ચોટીલામાં 36 ધ્રાંગધ્રામાં 6 દાવેદારે ફોર્મ ઉઠાવ્યાં હતાં. નોંધનીય છે કે, સંયુક્ત પાલિકામાં પહેલાં જ 2 કલાકમાં 125 ફોર્મ ઉપડી ગયા હતાં.

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાના 13 વોર્ડના 52 સભ્યો માટે ભાજપમાં 351થી વધુ અને કોંગ્રેસમાં 153થી વધુ લોકોએ ચૂંટણી લડવા માટેની ઇચ્છા બતાવીને ઉમેદવારી માટે દાવેદારી કરી હતી. જેમાં ભાજપમાંથી હજુ કોના નામ જાહેર થશે તેનું નાળીયેર ભરેલુ છે. સોમવારે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરીની બેઠક મળી હતી. જેમાં કોને ટીકીટ આપવી અને કોને કાપવા તેની ચર્ચા થઇ હતી. જોકે ગાંધીનગર ખાતે મોટા ભાગના નામ નક્કી થઇ ગયા છે. પરંતુ અંદરો અંદર ખેચતાણ ન થાય તે માટે ભાજપે નામ જાહેર કર્યા નથી. તો સામે પક્ષે કોંગ્રેસનું ગુંચવાયેલુ કોકડુ ઉકેલી જતા આગેવાનોએ મોટા ભાગના વોર્ડના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. છતાં સોમવારે આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોના નામ પર આખરી મહોર મારી દીધી હતી. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારના નામ નકકી થઇ ગયા છે. પરંતુ કોઇએ જાહેરાત કરી નથી.અને આથી જ ચૂંટણી લડવા માટે ઉતાવળા થઇ રહેલા બંને પક્ષના કાર્યકરોમાં મુંઝવણ સાથે પોતાનુ નામ આવશે કે નહી તે જાણવા માટે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ભાજપ અને કોંગ્રેસ બે દિવસમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેમ છે. તો સોમવારે પાલિકા ખાતે ઉમેદવારીપત્ર ભરવાના ફોમનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં વોર્ડનં 1 થી 6 અને 7 થી 13 એમ બે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી પાલિકાની ચૂંટણીમાં કોણ લડશે તેના નામ લગભગ નક્કી થઇ ગયા છે. અને આથી જ પહેલા દિવસે જ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે એક સાથે 100 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા.

કોંગ્રેસ પોતાના ઉમેદવારોના ફોર્મ ઓફિસમાં બેસીને એક સાથે જ ભરશે તેવુ આયોજન કરાવામાં આવ્યુ છે. જ્યારે ભાજપમાં કોને ટીકીટ મળશે અને કોને નહી મળે તે કહેવુ હજુ મુશ્કેલ છે. ટીકીટ માંગનાર ઉમેદવારો હજુ સુધી અવઢવમાં છે કે અમારૂ શું થશે. અને આથી જ દિવસભર આ મુદે ચર્ચાઓ ચાલી હતી. ફોર્મ ઉપાડે અને ટીકીટ ન મળે તો હાંસીપાત્ર થવુ પડે માટે ભાજપના કોઇ ઉમેદવારે ફોર્મ ઉપાડયા ન હતા.

સુરેન્દ્રનગર પાલિકા કચેરીમાં ફોર્મ લેવા ઉમેદવારોની કતાર લાગી.
સુરેન્દ્રનગર પાલિકા કચેરીમાં ફોર્મ લેવા ઉમેદવારોની કતાર લાગી.

મૂળી તાલુકા પંચાયત અને જિલ્લામાં પંચાયત માટે 36એ ફોર્મ ઉપાડ્યાં પણ એકે ભરાયું નહીં
તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પડ્યુ હતું. જેમા મૂળી તાલુકામાં પ્રથમ દિવસે મામલતદાર કચેરીમાંથી 18 તેમજ તાલુકા પંચાયતમાંથી 18 એમ કુલ 36 ફોર્મ અલગ અલગ લેવાયા હતાં. પરંતુ એક પક્ષનાં એકપણ ઉમેદવારે ફોમ જમા કરાવ્યુ ન હતું. જયારે બન્ને પક્ષનાં ઉમેદવારોમાં ભારે રસાકસી જામશે તેમ લાગી રહ્યુ છે.

પ્રથમ દિવસે લીંબડી તાલુકા પંચાયત માટે 16 તેમજ જિલ્લા પંચાયત માટે 8 ફોર્મ લેવાયાં
લીંબડી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઈચ્છુકોએ તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ લેવા ધસારો જોવા મળ્યો હતો. તાલુકાપંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પડ્યુ હતું. લીંબડી નગરપાલિકાની ચૂંટણી લડવા 55, તાલુકા પંચાયત માટે 16 અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે 8 ફોર્મ ઉપાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો