સુરેન્દ્રનગર-વઢવાણને જોડતા રસ્તાને હાલ તંત્ર દ્વારા વન વે માંથી ટુવે બનાવવામાં આવ્યો છે.જેમાં વચ્ચે ડિવાઇડર નાંખી લોકોન આવી જઇ તેવી સુવિધા શરૂ થઇ છે.પરંતુ આ રસ્તાને જુદો પાડતા સફેદ પટ્ટા મારવામાં ભુલ થઇ હોય તેમ પાર્કિગનો પટ્ટો ઘણી જગ્યાએ રસ્તો જુદો પાડતા પટ્ટા સુધી પહોંચી ગયો છે.આથી વાહન પાર્ક કરના દુવિધામાં મુકાય છે કે વાહન રસ્તાની સાઇડમાં પાર્ક કર્યુ છે કે વચ્ચે કર્યુ છે.
સુરેન્દ્રનગર-વઢવાણને જોડતો એનએચ -51 શહેરના મધ્યમાંથી પસાર થાય છે.આ વઢવાણ-સુરેન્દ્રનગરને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અહીંથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે.આ રસ્તા પર હેન્ડલુમ ચોકથી ટાવર સુધી ઘણા સમય સુધી વનવે રસ્તો હતો.જે બાદમાં ડિવાઇડર અને ફુટપાથ નાંખી સ્ટ્રીટ લાઇટથી સજાવી ટુવે ટાવર સુધી કરવામાં આવ્યો છે.
આથી લોકો અહીંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ આ રસ્તા પર બંન્ને તરફ રસ્તો પુરો થયાની અને વચ્ચો વચ્ચ સફેદ પટ્ટી દીશા સુચન માટે મારવામાં આવી છે.પરંતુ ટાવર રોડથી હેન્ડલુમ સુધી આવતા આવતા આ રસ્તાને પાર્કિંગ માટે અલગ કરતી પટ્ટી વચ્ચે કોઇ માપ વગર મારી દિદી હોવાનુ જણાય છે.
જેમાં દર 100થી 200 મીટરના અંતરે ઘણી જગ્ગાએ રસ્તાનું માર્ગ દેખાડતી પટ્ટી સુધી રસ્તાને પુરો કરતી પટ્ટી નજીક આવી જાય છે.આથી રસ્તો ક્યાં પુરો થાય છે અને રસ્તાની વચ્ચો વચ કઇ રીતે છે તે સ્પષ્ટ થતુ નથી. આથી લોકો ઘણી વખત સફેદ પટ્ટી અંદર વાહન પાર્ક કરવા છતા જાણે રસ્તાની વચ્ચો વચ્ચ મુકી દીધુ હોય તેવા દ્રશ્યો થાય છે.અને વાહન ડિટેઇન અને દંડનો ભોગ પણ બનવુ પડે છે.હવે આમાં લોકોની ભુલ ગણવી કે રસ્તાની સફેદ પટ્ટીઓ બનાવનારની એ અસમંજશમાં નાંખી દેનારી વાત થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.