તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રવિવારે 9ને કોરોના ,એક્ટિવ કેસ 129 થયાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વઢવાણમાં 4, ધ્રાંગધ્રામાં 2 અને લખતર-લીંબડી-થાનમાં એક-એક કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાના પોઝિટીવ કેસો આવતા કુલ આંક 3567એ પહોંચી ગયો હતો. જેના કારણે હાલ જિલ્લામાં 129 એક્ટિવ કેસો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બની રહ્યુ છે. ત્યારે રવિવારે જિલ્લામાં 9 કેસો પોઝિટીવ આવ્યા હતા. જેમાં ધ્રાંગધ્રામાં -2, લીંબડીમાં -1, લખતરમાં-1, થાનમાં-1 તેમજ વઢવાણમાં 4 લોકો કોરોનાની ઝપટેમાં આવી ગયા હતા.

જિલ્લામાં 9 કેસોની સાથે કુલ 3567 પર પોઝિટીવ કેસોનો આંક પહોંચી ગયો હતો. જ્યારે રવિવારે એકપણ દર્દીનો મોત થયુ ન હતુ. અને એકપણ કોરોનાગ્રસ્ત દર્દીને રજા આપવામાં આવી ન હતી. જેના કારણે જિલ્લામાં કુલ મોતની સંખ્યા 229 રહી હતી. જ્યારે હાલમાં કુલ કોરોમુક્ત દર્દીઓ 3212 રહ્યા છે.

લખતર : ઘરે જઈને પણ વેક્સિનેશન હાથ ધરાયું
હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર આવેલી છે. અને કોરોના વાઇરસ હાહાકાર મચાવતો હોય તેમ દિવસે ને દિવસે કોરોના વાઇરસના કેસો રાજ્યમાં વધુમાં વધુ સંખ્યામાં વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશનનું કામ પણ ખૂબ જ ઝડપથી વધારવા આદેશો આપી દીધા છે.

ત્યારે લખતર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં રાત્રીનાં સમયે પણ વેક્સિનેશનની કામગીરી શરૂ રાખવામાં આવી છે. તો કોઈ કોઈ જગ્યાએ લોકોના ઘરે ઘરે જઈને વેક્સિનેશનની કામગીરી આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે લખતર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 6500 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર કે. રાજેશે પણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર લખતર આરોગ્ય તંત્રની વેક્સિનેશનની કામગીરીને બિરદાવી હોવાનું જોવા મળે છે.

હળવદ : હકાભા ગઢવીએ રસી લીધી
​​​​​​​ગુજરાતના હાસ્ય કલાકાર અને ‌મુળ સરભંડાના ‌હાલ હળવદમાં રહેતા હકાભાગઢવી હળવદની સરકારી હોસ્પિટલ કોરોના વેકસીન લીધી હતી. જેમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.કૌશાલભાઈ પટેલ સ્ટાફ નસૅ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ સહિતના આરોગ્યનો સ્ટાફ જોડાયો હતો. આ અંગે ‌હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું કે સરકારી હોસ્પિટલ ખાતે કોરોના રસીકરણ અભિયાનમાં મે રસી લઈને આ કોરોના રસીકરણ અભિયાનમાં મારૂં યોગદાન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો