ડોઝ ખૂટ્યા:રવિવારે જિલ્લામાં માત્ર થાનમાં જ 27 લોકોને રસી મુકાઈ

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીના 30,000 ડોઝ આવ્યા છે, સોમવારે રસી અપાશે: આરોગ્ય મંત્રી

સુરેન્દ્રનગર જિલ્લામાં રસીના ડોઝના અભાવે મોટા ભાગના કેન્દ્રો બંધ રહ્યા હતા. જ્યારે જિલ્લાના એકમાત્ર થાનગઢ સીએચસીમાં 27 લોકોએ રસી લેતા કુલ 14.36 લાખ લોકોનું રસીકરણ થયું હતું. રવિવારે ડોઝની અછતની અસર રસીકરણ કેન્દ્ર તેમજ લોકો પર વર્તાઇ હતી. કારણ કે રવિવારે જિલ્લામાં એકમાત્ર થાનગઢ સીએચસી કેન્દ્ર પર સવારના 11 થી બપોરના 1 કલાક સુધીમાં 27 લોકોએ રસીનો લાભ લીધો હતો.

જેમાં 11 કલાકે કુલ પ્રથમ 11 ડોઝ અને 16 બીજા ડોઝ સાથે 18-44ની વયના 22, 45-60ની ઉંમરના 5 લોકોએ રસી લીધી હતી. જ્યારે 60થી ઉપરની વયના એકપણ વ્યક્તિએ રસી લીધી ન હતી. બીજી તરફ રવિવારે ઓછા રસીકરણ થવાનું કારણ રસીના ડોઝની અછત બહાર આવ્યુ હતુ.

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું કે, ડોઝ ઉપલબ્ધ ન હતા, જે સ્ટોક હતો તેનાથી રસીકરણ હતુ. અને રવિવારે જિલ્લા માટે 30,000 રસીનો ડોઝ આવ્યો છે આથી સોમવારે લોકોનું રસીકરણ લાભ લઇ શકશે.

લખતરના વણા, ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ગામોમાં રસીને પ્રોત્સાહન આપવા એક દાતાએ લક્કી ડ્રો યોજ્યો હતો, જેમાં 10થી 15 સપ્ટેમ્બર સુધીમાં દર 100 વ્યક્તિએ 7ને ગિફ્ટનું વિતરણ કરાયું. તસવીર-સતીષ આચાર્ય

અન્ય સમાચારો પણ છે...