રસીકરણ:શનિવારે જિલ્લામાં 39 કેન્દ્ર પર 2094 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 29,85,000 લોકોનું રસીકરણ થયું

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 7 મે-2022ને શનિવારે 39 કેન્દ્રો પર 2094 લોકોએ રસી લેતા કુલ 29,85,000 લોકોની રસીકરણ થયું હતું. આથી અત્યાર સુધીમાં 14,60,748 લોકોએ પ્રથમ તેમજ 14,93,612 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 30,640 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 23,58,151 અને કોવેક્સિનની 5,77,725 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં શનિવારે એક પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો ન હતો.

જિલ્લામાં 12થી 14 વર્ષના લોકોએ 49,124 કોબર વેક્સનની ડોઝ લીધો હતો. આ ઉપરાંત 15થી 17 વર્ષની ઉંમરના 2,30,332 અને 18થી 44ની વયના 17,22,005, 45થી 60ની ઉંમરના 6,15,363 તેમજ 60થી ઉપરની વયના 3,68,179 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લાના 15,80,131 પુરૂષો તેમજ 13,73,720 મહિલાઓએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...