રસીકરણ:સોમવારે14153 લોકોએ રસી લીધી, 11.15 લાખે પ્રથમ, 7.26 લાખે બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે 66 કેન્દ્ર પર 14153 લોકોએ રસીનો લાભ લેતા અત્યાર સુધીમાં કુલ 11.15 લાખ પ્રથમ અને 7.26 લાખ બીજા ડોઝ સાથે કુલ 18,41,953 લોકોનું રસીકરણ પૂર્ણ થયું હતું. જિલ્લામાં 1 નવેમ્બરે સોમવારે 66 કેન્દ્રો પર 2124 પ્રથમ તેમજ 12029 બીજા ડોઝ સાથે કુલ 14153 લોકોએ રસી મૂકાવી હતી.

જિલ્લામાં અત્યાર સુધીમાં 18,41,953 લોકોનું રસીકરણ પૂર્ણ થયુ હતુ. જેમાં પ્રથમ ડોઝની સંખ્યા 11,15,270 અને 7,26,683 બીજા ડોઝની સંખ્યા થઇ હતી. કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 16,27,971 અને કોવેક્સિનની 2,13,982 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 9,75,282 પુરૂષો તેમજ 8,66,386 મહિલાઓનું રસીકરણ થયુ હતુ. જેમાં જિલ્લાના 18-44 વયના 10,84,052, 45-60ની ઉંમરના 4,71,900 અને 60થી ઉપરની વયના 2,86,001 લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...