પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી:લખતર-વિરમગામ હાઇવે પર બે શખ્સોએ ટ્રક ચાલકને માર માર્યો, 12 હજારથી વધુની રોકડ રકમ સહિત એટીએમ, પાનકાર્ડની લૂંટ ચલાવી

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટના બનાવથી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ગભરાટનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે ઉપર ઓળક અને કડુ ગામ વચ્ચે બે બાઈક સવારોએ પોલીસની ઓળખ આપી ટ્રકચાલકને માર મારી લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ રૂ. 12,360ની રોકડ, એટીએમ અને પાનકાર્ડ તેમજ આધાર કાર્ડ લૂંટી લીધા હતા. જેથી આ મામલે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
​​​​​​​ધોકા વડે માર મારી કપડા ફાડી નાખ્યાં
આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છે કે, રાજસ્થાનનાં જોધપુરથી સિમેન્ટ ભરીને રાજકોટ તરફ થઈ રહેલી ટ્રક લખતર-વિરમગામ હાઈવે ઉપર ઓળક અને કડુ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે રાત્રીના 9-30 વાગ્યા આસપાસ બે અજાણ્યા બાઈક ચાલકોએ પોલીસની ઓળખ આપી લાયસન્સ બતાવ તેમ કહી ટ્રક ઉભી રખાવી હતી અને ટ્રકચાલક અશોક કુમારને ટ્રકની નીચે ઉતારી ધોકા વડે માર માર્યો હતો. તેમજ કપડા ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત ટ્રકચાલક પાસેથી રૂા.12,360 રોકડા, એ.ટી.એમ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ સહિતના આધાર-પુરાવાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવથી હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...