ધોળે દિવસે હત્યા:ચોટીલા-થાનગઢ રોડ પર પેસેન્જર સાથે માથાકૂટ થતા બોલેરોના ચાલકની ઈંટના ઘા ઝીંકી ઘાતકી હત્યા નિપજાવાઈ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢથી ચોટીલા આવવા બેસેલા એક મહિલા સહિત ત્રણ પેસેન્જરો કારમાં સવાર અન્ય પેસેન્જર સાથે બોલાચાલી કરતા ડ્રાઇવર દેવરાજ સોલંકીએ ત્રણેય પેસેન્જરોને ઉતારી દેતા મામલો બિચક્યો હતો. જેમાં ચોટીલા થાનગઢ રોડ પર પેસેન્જર સાથે માથાકુટ થતાં બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી ધોળા દિવસે ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.

બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતરથી પેસેન્જર લઇ આવતા બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ સનસનીખેજ બનાવમાં પીકઅપ ગાડીના ડ્રાઇવર દેવરાજ સોલંકીએ ભાડુ માંગતા ભાડુ નથી દેવું તેમ કહી ડ્રાઇવરના ભાઇને તેમજ ડ્રાઇવરને માર માર્યો હતો. જેમાં ડ્રાઇવર દેવરાજ ઘુઘાભાઇ સોલંકીને માથામા ભાગે ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

ચોટીલા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. ત્યારે ચોટીલા થાનગઢ રોડ પર પેસેન્જર સાથે માથાકુટ થતાં બોલેરોના ચાલકની ઇંટના ઘા ઝીંકી ધોળા દિવસે ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ચોટીલા પોલિસ આ હત્યાકેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝબ્બે કરી લીધાના સમાચાર મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...