તસ્કરી:ધોળા દિવસે દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 54 હજાર 500ની ઉઠાંતરી કરી ગઠીયો ફરાર

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોળા દિવસે દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 54 હજાર 500ની ઉઠાંતરી કરી ગઠીયો ફરાર - Divya Bhaskar
ધોળા દિવસે દુકાનના કાઉન્ટરમાંથી રૂ. 54 હજાર 500ની ઉઠાંતરી કરી ગઠીયો ફરાર
  • લીંબડીમાં છ દિવસમાં ચોરીની ત્રીજી ઘટનાથી નગરજનોમાં ફફડાટ

લીંબડી રાજકોટ હાઈવે પર આવેલા કોમ્પલેક્ષમાં જય કિશાન એગ્રો ટેકની દુકાનમાં ધોળા દિવસે કાઉન્ટરમાંથી રૂ. 54 હજાર 500ની ઉઠાંતરી કરી ગઠીયો ફરાર થઈ ગયો હતો. દુકાનમાં નોકરી કરતાં ભાઈલાલભાઈએ આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

લીંબડી શહેરમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ એક પછી એક એમ છ દિવસમાં ત્રણ ચોરીની ઘટના બની છે. જેના કારણે પોલીસ તંત્રના સબ સલામતના દાવા સામે પણ નાગરિકોમાં ચર્ચા થઇ રહી છે. લોકો તસ્કરોને ઝડપી લેવા માટે લીંબડીમાં સઘન પોલીસ પેટ્રોલિંગ વધારવા ઇચ્છી રહ્યાં છે.

આ પહેલા 15મી નવેમ્બરના રોજ શાંતિ નગર સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો 10 હજાર રોકડ રકમ અને એક સોનાની ચેનની ચોરી કરી નાસી છુટ્યાં હતાં. લીંબડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરીમાં ઘોર બેદરકારી દેખાઈ રહી છે. લીંબડીમાં છેલ્લા 6 દિવસમાં 3 ચોરીના બનાવો બન્યાં હતા અને લીંબડીનાં નાગરિકો દ્વારા પ્રશ્નો ઊભા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...