નિર્ણય:સુરેન્દ્રનગરથી પસાર થતી ઓખા-ભાવનગર, સોમનાથ-અમદાવાદ ટ્રેન આંશિકરૂપે રદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ વિસ્તારમાં વાંકાનેર-દલડી સ્ટેશન વચ્ચે દોહરીકરણનું કામ ચાલતું હોવાથી રેલવે પરિવહનને અસર થઇ છે. જેમાં સુરેન્દ્રનગર સ્ટેશનેથી ચાલતી ઓખા ભાવનગર અને સોમનાથ-અમદાવાદ ટ્રેન આંશિકરૂપે રદ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ વિસ્તારમાં આવેલા વાંકાનેર-દલડી સ્ટેશનો વચ્ચે રેલ્વેના દોહરીકરણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જેથી રેલવે પરિવહનને અસર થતા અમુક ટ્રેનો આંશિક રીતે રદ્દ કરાઇ છે. વરીષ્ઠ વાણિજ્ય પ્રબંધક રાજકોટ મંડળના અભિનવ જૈફના જણાવ્યા અનુસાર ઓખા-ભાવનગર, સોમનાથ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 26 ઓક્ટોબર 2021 સુધી આંશિકરદ કરાઇ છે. અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ ટ્રેન 17થી 25 ઓક્ટોબર સુધી, સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી સ્પેશિયલ 17થી 26 ઓક્ટોબર સુધી સોમનાથથી સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે.ભાવનગર-ઓખા સ્પેશિયલ ટ્રેન 16થી 25 ઓક્ટોબર, ઓખા-ભાવનગર સ્પેશિયલ17થી 26 ઓક્ટોબર સુધી ઓખા સુરેન્દ્રનગર વચ્ચે આંશિકરૂપે રદ્દ રહેશે. વધુ જાણકારી માટે www.enquiry.indianrail.gov.inમાં તપાસ કરવા જણાવાયું.

અન્ય સમાચારો પણ છે...