અધિકારીઓ હાજર ન રહેતા હોબાળો:સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની ઓફિસમાં અધિકારીઓ ગેર હાજર રહેતાં હોબાળો, ધારાસભ્ય પણ દોડી આવ્યા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની ઓફિસમાં અધિકારીઓ ગેર હાજર રહેતાં હોબાળો
  • નાગરિકોએની ફરિયાદને લઇ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગાંધીનગર રજૂઆત કરી

સુરેન્દ્રનગરમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં અધિકારીઓ હાજર ન રહેતા હોવાથી આજે હોબાળો મચી ગયો હતો. આ સાથે ત્યાં કોંગ્રેસના દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ દોડી ગયા હતા.

હાજર ખેડૂત અરજદારો અને નાગરિકોએ તેમને રાવ કરી હતી કે, ઓફિસમાં અધિકારીઓ સમયસર હાજર નથી રહેતા. લોકો પાસેથી હકીકત મેળવી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગાંધીનગર ખાતે સચિવ અને કૃષિ મંત્રીને પણ આ અંગે રજૂઆત પહોંચાડી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી આ કચેરીમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ મળતી હતી. આજે આ મામલે કોંગ્રેસના દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ દોડી જતા સરકારી કચેરીમાં ભારે હોબાળો મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...