કોરોના બેકાબુ:કોરોનાકાળના 219 દિવસમાંથી 40 દિવસ 20થી વધુ કેસ અને 17 દિવસ 3થી વધુ મોત

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કુલ 2994 કેસ
  • શનિવારે વધુ 13 કેસ, 4નાં મોત અને 21 દર્દીઓ કોરોનામુક્ત થયાં
  • કોરોના ફરી એકવાર વકરી રહ્યો છે ત્યારે સાવચેતીમાં જ સાવધાની
  • આજે આંક 3000ને પાર જવાની શકયતા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં શનિવારે પણ કોરોનાની સારવાર લેતા 4 દર્દીઓના મોત થયા છે. ત્યારે કોરોનાકાળના 219 દિવસો પર નજર કરીએ તો 17 દિવસો એવા છે કે જેમાં 3 કે તેથી વધુ દર્દીઓના મોત થયા છે. જયારે 40 દિવસો 20 કે તેથી વધુ કેસો નોંધાયા છે. આ ઉપરાંત 50 કે તેથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેવા 10 દિવસો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તા. 24 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારે અત્યાર સુધીના કોરોના કાળના 219 દિવસો પર નજર કરીએ તો 40 દિવસો એવા છે કે, જેમાં 20થી વધુ કેસો નોંધાયા હોય. સૌથી વધુ કેસ તા. 7 સપ્ટેમ્બરના રોજ 61 નોંધાયા હતા. જયારે 3 કે તેથી વધુ મોત થયા હોય તેવા 17 દિવસો છે.

જિલ્લામાં સૌથી વધુ મોત તા. 26 નવેમ્બરે 6 નોંધાયા હતા. છેલ્લા થોડા દિવસોથી કોરોનામુકત દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે જે જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે. કોરોના કાળના 10 દિવસ તો એવા છે જેમાં 50થી વધુ દર્દીઓ કોરોનામુકત થયા હોય. શનીવારે પણ જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જેમાં લખતરનો 32 વર્ષીય યુવાન અને જિલ્લાના અન્ય ભાગોના 12 લોકો કોરોના સંક્રમીત થયા છે. 13 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 2994 પર પહોંચ્યુ છે. જિલ્લામાં આજે કોરોનાનો આંક 3 હજારને પાર જવાની શકયતા છે. આ ઉપરાંત જિલ્લામાં શનીવારે 4 વ્યકિતઓને કોરોના ભરખી ગયો છે. સુરેન્દ્રનગર શહેરના 80 વર્ષીય વૃધ્ધ, લીંબડીના 65 વર્ષીય વૃધ્ધ, પાટડી તાલુકાના શેડલાના 80 વર્ષીય વૃધ્ધાઅને લખતરના 60 વર્ષીય પુરૂષનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ છે. શનીવારના 4 મોત સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 188 થયો છે.

શનિવારે કોરોનાથી સુરેન્દ્રનગર, લીંબડીના વૃદ્ધ, પાટડીના વૃદ્ધા તેમજ લખતરના પુરુષ કોરોનાથી મૃત્યુ પામ્યાં
આ દિવસોમાં 20થી વધુ કેસ

તારીખકેસ
10 જુલાઇ20
12 જુલાઇ42
14 જુલાઇ29
15 જુલાઇ31
16 જુલાઇ34
17 જુલાઇ37
20 જુલાઇ29
21 જુલાઇ26
23 જુલાઇ48
26 જુલાઇ47
28 જુલાઇ41
30 જુલાઇ30
31 જુલાઇ25
1 ઓગસ્ટ29
5 ઓગસ્ટ22
7 ઓગસ્ટ24
8 ઓગસ્ટ20
20 ઓગસ્ટ20
2 સપ્ટેમ્બર23
7 સપ્ટેમ્બર61
9 સપ્ટેમ્બર32
11 સપ્ટેમ્બર29
12 સપ્ટેમ્બર60
14 સપ્ટેમ્બર44
15 સપ્ટેમ્બર44
19 સપ્ટેમ્બર59
22 સપ્ટેમ્બર48
23 સપ્ટેમ્બર30
28 સપ્ટેમ્બર29
30 સપ્ટેમ્બર24
1 ઓકટોબર21
2 ઓકટોબર20
8 ઓકટોબર24
18 ઓકટોબર21
20 ઓકટોબર30
22 ઓકટોબર26
26 ઓકટોબર22
5 નવેમ્બર23
7 નવેમ્બર20
14 નવેમ્બર33
આ દિવસોમાં 3થી વધુ મોત
તારીખમોત
20 જુલાઇ4
27 સપ્ટેમ્બર3
28 સપ્ટેમ્બર5
2 ઓકટોબર3
4 ઓકટોબર4
8 ઓકટોબર3
9 ઓકટોબર4
27ઓકટોબર3
28 ઓકટોબર3
10 નવેમ્બર3
19 નવેમ્બર5
20 નવેમ્બર5
21 નવેમ્બર3
23 નવેમ્બર5
25 નવેમ્બર4
26 નવેમ્બર6
28 નવેમ્બર4
આ દિવસોમાં 50થી વધુ દર્દીઓ કોરોનામુકત થયા
તારીખકોરોનામુકત
20 જુન51
19 સપ્ટેમ્બર65
2 ઓકટોબર99
6 ઓકટોબર55
10 ઓકટોબર86
13 ઓકટોબર57
26 ઓકટોબર50
28 ઓકટોબર72
6 નવેમ્બર127
21 નવેમ્બર67

​​​​સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તા. 24 એપ્રિલના રોજ થાનના આધેડનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...