તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ક્લાસરૂમના અભાવે સ્કૂલમાં ઓડ-ઇવન શિક્ષણ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલાના મેઘમુની પ્રા.શાળાના છાત્રોએ શૈક્ષણીક કાર્ય શરૂ થતા સાથીયા-દિપપ્રાગ્ટય સાથે શાળા પ્રવેશ કર્યો હતો. - Divya Bhaskar
સાયલાના મેઘમુની પ્રા.શાળાના છાત્રોએ શૈક્ષણીક કાર્ય શરૂ થતા સાથીયા-દિપપ્રાગ્ટય સાથે શાળા પ્રવેશ કર્યો હતો.
  • જિલ્લામાં 50 ટકા વિદ્યાર્થીઓને અંતર જાળવીને બેસાડવાના નિયમનું પાલન કરવા સામે અપૂરતા વર્ગખંડોની સમસ્યા નડી

કોરોનાનો કેર ઘટતાં 2 સપ્ટેમ્બરથી ધો. 6થી 8ના વર્ગો શરૂ કરી દેવાયા છે. જિલ્લામાં પહેલા દિવસે 39.68 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા પરંતુ બીજા દિવસે શુક્રવારે 50.22 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા. હવે સરકારી નિયમ અનુસાર 50 ટકા વિદ્યાર્થીઓને જ વર્ગખંડમાં બેસાડવાના છે તો જે 0.22 ટકા વિદ્યાર્થીઓ વધુ આવ્યા તેના અભ્યાસની અને બેસવાની વ્યવસ્થા મુદ્દે ગડમથલ સર્જાઈ છે. શાળાઓ ભલે ચાલુ થઈ ગઈ પરંતુ નિયમોનું પાલન કરવામાં આવે તો દરેક વિદ્યાર્થી શાળામાં રોજ અભ્યાસ નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

જિલ્લામાં ધો. 1થી 8માં અભ્યાસ કરતા કુલ 2,09,504 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી શકે તે માટે કુલ 6886 રૂમ છે, જેમાં ધો. 6થી 8ના વર્ગમાં અભ્યાસ કરતા કુલ 77,279 વિદ્યાર્થીની શાળા શરૂ થઈ ગઈ છે. સરકારની માર્ગદર્શિકા અનુસાર વર્ગખંડમાં 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડીને જ શિક્ષણ આપવાનું છે.

આથી જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 40થી વધુ છે તે શાળાના સંચાલકોએ ઓડ-ઇવન શિક્ષણ પદ્ધતિ એટલે કે આજે આવેલા વિદ્યાર્થીને એકાંતરે શાળાએ બોલાવી શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નિયમને કારણે શાળા તો ચાલુ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં બાળકો રોજ વર્ગખંડમાં અભ્યાસ નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કારણે વિદ્યાર્થીઓ અને વાલીમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

બીજા દિવસે ન આવી શકતા છાત્રો ઘરે લેસન કરે તેવી વ્યવસ્થા કરી છે
વર્તમાન સમયે સરકારની ગાઇડલાઇન મુજબ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે જેમાં દરેક વિદ્યાર્થીને શાળાએ અભ્યાસ કરવાની તક મળે તે માટે જ્યાં 20 વિદ્યાર્થી વધુ છે ત્યાં આ નિયમ લાગુ કરાયો છે. જે વિદ્યાર્થીઓને બીજા દિવસે ઘરે રહેવાની સ્થિતિ સર્જાશે તેમને હોમવર્ક આપવામાં આવશે. અને તે જ્યારે શાળાએ આવે ત્યારે હોમવર્ક તપાસી તેમને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.’ > એમ. જી. રથવી, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી

તાલુકાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા
તાલુકોવિદ્યાર્થીવિદ્યાર્થિનીકુલ
ચોટીલા400636947701
ચુડા203920094048
ધ્રાંગધ્રા6350535411705
લખતર183316603493
લીંબડી379534157210
મુળી299427065700
પાટડી440439808384
સાયલા372535827307
થાનગઢ261824105028
વઢવાણ9013769016,703

​​​​​​​ઘરે બેસી ઓનલાઇન ભણે તે સારું હતું
વિદ્યાર્થીઓને એકાંતરે શિક્ષણ આપવાની વાત છે, તે યોગ્ય નથી. કોરોનાના ભય સાથે બાળકોને શાળાએ મોકલીએ તેના કરતાં ઓનલાઇન શિક્ષણ સારૂ હતું. - અરવિંદભાઈ પટેલ, વાલી

અન્ય સમાચારો પણ છે...