હોબાળો:હવે ખાવામાં પણ શોષણ ચાલુ કરી દીધું : આશાવર્કરો

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરામયના કાર્યક્રમમાં પૂરતું જમવાનું પણ ન મળતા બહેનોમાં રોષ

સુરેન્દ્રનગરમાં યોજાયેલા નિરામયના કાર્યક્રમમાં આંગણવાડીની બહેનોને પૂરતું ભોજન ન આપવામાં આવતા હોબાળો મચ્યો હતો. આ બાબતની મહિલા કાર્યકરોએ ઠાલવેલી હૈયા વરાળનો વીડિયો સોશિયલ મીડીયામાં ફરતા થતા ચકચાર ફેલાઇ હતી.સુરેન્દ્રનગર પંડિત દિનદયાળ હોલમાં નિરામયનો કાર્યક્રમ યોજાયો હતો. કાયક્રમ પૂર્ણ થઇ ગયા બાદ બહેનો માટે જમવાની પણ વ્યવસ્થા હતી. પરંતુ સાયલા તાલુકાની બહેનો જયારે જમવા માટે ગઇ ત્યારે પૂરી, શાક, સંભારા સહિતની સામગ્રી ખલાસ થઇ ગઇ હતી. ભૂખ્યા રહેવાનો વારો આવતા બહેનોએ પીતો ગુમાવ્યો હતો.

આ બાબતનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડીયામાં ફરતો કરાયો હતો. બહેનોએ વીડિયોમાં એવો આક્ષેપ કર્યો હતો કે અમારું આમ તો બધી જગ્યાએ શોષણ કરવામાં આવે છે. હવે તો જમવામાં પણ શોક્ષણ ચાલુ કરી દીધું છે. એક થાળીના રૂ.120થી 150 સુધીના બિલ બનાવવામાં આવે છે છતાં પૂરતં જમવાનું મળતું નથી. અધિકારીઓની થાળીના તો રૂ.200થી 250 રૂપિયાના બિલ બને છે અને અમને આવુ ખાવાનું આપે છે. આ વીડિયોને લઇને જિલ્લા ભરમાં ચકચાર ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...