તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હળવદ રોટરી ક્લબ દ્વારા દિવ્યાંજનોના લાભાર્થે કૃત્રીમ પગ માટેના કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોના દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંના 70 જરૂરીયાતમંદ બાળકોને કૃત્રીમ પગ ફિટ કરી આપી દિવ્યાંગતા દુર કરવામાં આવી હતી. જ્યારે મોટાભાગના બાળકોએ ભાઇબંધો સાથે હવે ગમતી રમત રમી શકાશે તેવી ખુશી વ્યક્ત કરી હતી. રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કેમ્પ યોજી શારિરીક ક્ષતી કે ખોટ ખાપણવાળા દર્દીઓ માટે કૃત્રીમ પગ, કૃત્રીમ હાથ, હીયરીંગ મશીન, ટ્રાઇસીકલ વગેરે અર્પણ કરાય છે. ત્યારે ગેટબેક અમદાવાદના સહકાર અને ALTSOના આર્થિક સૌજન્યથી કૃત્રીમ પગ ફિટીંગના કેમ્પનું આયોજન કરાયુ હતો.
જેમાં ઢીંચણથી ઉપરના તેમજ ઢીંચણથી નીચેના ભાગથી કપાયેલા 70થી વધુ બાળકોને 30 લાખથી વધુની કિંમતના હળવા વજન વાળા અને જોઇન્ટથી લચક મળે તેવા કૃત્રિમ પગ ફિટ કરાયા હતા. આ અંગે રોટરી ક્લબના રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યુ કે ન્યુયોર્કની ALTSO સામાજીક સંસ્થાના સહયોગથી અપંગ કે અકસ્માત થતા પગ ગુમાવતા 21 વર્ષથી નીચેની ઉમરના બાળકોના રજીસ્ટ્રેશન કરાયા હતા.પરંતુ લોકડાઉન બાદ એક એક દર્દીને અમદાવાદ ગેટબેક સેન્ટરે બોલાવી 25થી 55 હજારની કિંમતના 70 બાળકોને કૃત્રીમ પગ ફિટ કરી અપાયા હતા.
પહેલાંની જેમ તકલીફ નથી
પહેલા કાંખ ધોડીની મદદથી ચાલવાને લીધે હું મારા મિત્રોની સાથે રમતો રમી શકતો ન હતો. પરંતુ આ કૃત્રીમ પગ લગાવ્યા બાદ હવે પહેલા જેમ તકલીફ નથી પડતી. આથી હવે હું મારા મિત્રોની સાથે પ્રિયરમત રમવાનો શોખ પુરો કરી શકીશ. - રોહિત સુરેશભાઇ કમેઝડીયા
પ્રોસ્થેટિક કૃત્રિમ પગ જયપુરિ પગ જેમ વારંવાર બદલવો પડતો નથી
આ પ્રોસ્થેટીક કૃત્રીમ પગ જયપુરી પગથી અલગ પ્રકારનો હોય છે. જેમાં જયપુરી પગ અઢીથી ત્રણ કિલો વજનનો હોય છે જે વચ્ચેથી વળતો ન હોવાથી દર્દીને ચાલવામાં અગવડ પડે છે. જ્યારે આ પ્રોસ્થેટીક પગ વચ્ચેથી વળી શકે છે અને તેનું વજન પણ એક કિલો જ હોવાથી દર્દીને ચાલવામાં કે રોજીંદા કામ કરવામાં સરળતા રહે છે. જો પેશન્ટ બાળક હોય આ કૃત્રીમ પગ જરૂરીયાત પ્રમાણે સાઇઝ થઇ શકતી હોવાથી આ પગ લગાવનાર બાળકની હાઇટ વધે તો ફેરફાર કરી તે ઉપયોગમાં લઇ શકાતા હોવાથી જયપુર પગ જેમ વારંવાર બદલવા પણ પડતા નથી. - ડો.ચાંદની કોરાટ, પ્રોસ્થેટિટ્સ એન્ડ ઓર્થોટીસ્ટ
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.