નોટિસ:હવા-પાણી સહિતનું પ્રદૂષણ ફેલાવતા 215 એકમોને નોટિસ પણ નામ છૂપાવ્યા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 એકમને શોક્લોઝર નોટિસ, 193ને કારણદર્શક નોટિસ

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર દ્વારા માર્ચ-2022 થી લઇને અત્યાર સુધીમાં 215 જેટલા એકમોને હવા તેમજ પાણી સહિતના પ્રદૂષણ માટે નોટિસો ફટકારી હતી. જેમાં 11 એકમોને શોક્લોઝર નોટીસ, 11 એકમોને ડાયરકેશન ઓફ નોટીસ તેમજ 193 એકમોને કારણદર્શક નોટીસો હોવાનું તંત્રે જણાવ્યું હતુ. આ નોટિસોનો ભોગ બનેલા કયા એકમો છે તેના નામ માટે તંત્ર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યુ ન હતુ. અને છેલ્લા એક વર્ષથી પ્રદૂષણ ઓકતા એકમોનો શોધી શોધીને નોટિસો આપવા છતા તેના નામો આપવાનો ઇન્કાર કરતા જાણે તંત્ર એકમોના નામો છૂપાવતા હોય તેવા ઘાટ સાથે લોકોમાં પણ અનેક તર્ક સર્જાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ જીઆઇડીસી, થાન સિરામીક ઉદ્યોગ તેમજ સાયલા પંથકનો ક્વોરી ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે. બીજી તરફ જિલ્લાના ઉદ્યોગોમાં હાલના સમયે હવા તેમજ પાણી સહિતનું પ્રદૂષણ ઓકતા હોવાની રાવો ઉઠી રહી છે. જિલ્લામાં આવા પ્રદૂષણના કારણે લોકો અનેક બિમારીઓના ભોગ બને છે.

ભોગાવા નદીમાં ગટર, કેમિકલયુક્ત પાણી ઠલવાઇ રહ્યા છે. તાજેતરમાં જ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સુરેન્દ્રનગર -વઢવાણ ભોગાવો નદી પણ પ્રદૂષિત હોવાની વિગતો બહાર આવી હતી. જેના ફળસ્વરૂપે જ એક સમયે એક સમયે ઐતિહાસીક ગાથા તેમજ શાન સમાન સુરેન્દ્રનગર-વઢવાણની ભોગાવા નદીની બોલબાલા હતી. તે સુરેન્દ્રનગર -વઢવાણ ભોગાવો નદી ગટરના ગંદા અને કારખાનાઓના કેમીકલવાળા પાણીથી ગુજરાતની છઠ્ઠા નંબરની પ્રદૂષિત નદી બની ગઇ હતી.

પાવર કાપી નાખવાની ચીમકી
જિલ્લામાં સિરામીક સહિતનું ઉત્પાદન કરતા એકમોની સંખ્યા મોટી છે. ત્યારે પ્રદૂષણ ઓકતા એકમો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરીને નોટિસો આપવામાં આવી છે. પરિણામે જો નોટિસો બાદ પણ એકમો હવા તેમજ પાણી સહિતમાં ફેલાતા પ્રદૂષણો નહીં અટકાવે તેમજ કોઇ સુધારો જોવામાં નહી આવે તો તંત્ર દ્વારા એકમોમાં રહેલા પાવર કટ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...