તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ:બેનર મુદ્દે સુરેન્દ્રનગર શહેર કૉંગ્રેસના પૂર્વ પ્રમુખને નોટિસ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કમલેશ કોટેચા - Divya Bhaskar
કમલેશ કોટેચા

નગરપાલિકાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવા છતાં સુરેન્દ્રનગર શહેરમાં કોંગી આગેવાન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં મંજૂરી વગર બેનર લગાવવામાં આવતા પાલિકા દ્વારા 10 બેનર હટાવી જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર પાલિકાના ચીફ ઓફીસર દ્વારા કોંગી આગેવાનને લેખીત નોટીસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા લેખીતમાં આદેશ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના કમલેશ કોટચા નામ અને ફોટા સાથેના શહેરમાં 10 જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની ચૂંટણી જાહેર થઇ ગઇ હોવાથી આચાર સહિંતા અમલી હોય કોંગી આગેવાન દ્વારા બેનર લગાવવા માટે કોઇ પણ જાતની મંજૂરી લીધી ન હોવાનું ધ્યાને આવતા પાલિકાતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએથી બેનર ઉતારી કબજે કરવામાં આવ્યા હતા. અને મંજૂરી વગર બેનર લગાવવા મામલે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યા દ્વારા કમલેશ કોટેચાને લેખીત નોટીસ આપવામાં આવી છે અને આચારસંહિતાના ભંગ બદલ ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવા નોટીસમાં જણાવવામાં આવ્યું છે.

આ અંગે પૂછતાં કૉંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ જણાવ્યું કે બેનરો આચારસહિંત પહેલા લગાવવામાં આવ્યા હતા અને તે પણ કોઇ ટેકેદાર કે જાગૃત નાગરીક દ્વારા લગાવવામાં આવ્યા છે મે નથી લગાવ્યા. અને નોટીસ અંગે સમયમર્યાદામાં હું જવાબ રજૂ કરી દઇશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો