ઓબ્ઝર્વરની બાજ નજર:ખર્ચનો હિસાબ ન આપનારા 7 ઉમેદવારને નોટિસ

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના પહેલા તબક્કાના ખર્ચનો હિસાબ 21મીએ આપવાનો હતો, હવે 23મી સુધીમાં જવાબ આપવો પડશે

જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટથી ઉમેદવારોનાં કાર્યાલયો પણ ધમધમતાં થઈ ગયાં છે. એક કાર્યાલયે 200થી 500 લોકોનાં ટોળાં મોડી રાત સુધી ચૂંટણીની ચર્ચાઓ કરતાં હોય છે ત્યારે તેમના માટે ચા-પાણી અને નાસ્તાના તાવડા ચાલુ થઈ ગયા છે. આવા સમયે ઉમેદવારોએ ચૂંટણીમાં નિયમ અનુસાર કરેલા ખર્ચની વિગતો સમયસર ન બતાવતાં ચૂંટણી પંચે 7 ઉમેદવારને નોટિસ ફટકારી છે. સાતેય ઉમેદવારે નોટીસના જવાબમાં 23 નવેમ્બર સુધીમાં ખર્ચની વિગતો રજૂ કરવા પંચે આદેશ કર્યો છે. સાથે જ બીજા તબક્કાનો ખર્ચ 25 નવેમ્બર સુધી રજૂ કરવાનો રહેશે. ઉમેદવાર જે ખર્ચાઓ રજૂ કરે છે તેના ઉપર ઓબ્ઝર્વર પણ બાજ નજર રાખી રહ્યા છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી લડતા ઉમેદવારોની ખર્ચમર્યાદા રૂ. 40 લાખ નક્કી કરી છે અને ઉમેદવારે 3 તબક્કામાં ખર્ચની વિગતો ચૂંટણી શાખાને આપવાની હોય છે. પ્રથમ તબક્કાનો હિસાબ 21 નવેમ્બરે આપવાનો હતો, જેમાં સમયસર હિસાબ રજૂ ન કરતાં ચૂંટણી શાખાએ 5 વિધાનસભા બેઠકના 7 ઉમેદવારને નોટીસ ફટકારી છે, જેમાં ધ્રાંગધ્રાના 3, વઢવાણના 3 અને ચોટીલાના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી ઉમેદવારોએ જે ખર્ચ કર્યો છે, તેમાં ભાજપના કુલ 2 ઉમેદવારે રૂ. 4,38,089નો ખર્ચ, કૉંગ્રેસના 4 ઉમેદવારે રૂ. 5,66,954 તથા આપના 4 ઉમેદવારે રૂ. 3,96,810નો ખર્ચ કર્યો છે. લીંબડીના ભાજપના ઉમેદવારે સૌથી વધુ રૂ. 3.51289નો ખર્ચ કર્યો છે જ્યારે દસાડાના કૉંગ્રેસના ઉમેદવારે સૌથી ઓછો માત્ર રૂ. 5400નો ખર્ચ કર્યો છે. ઉમેદવારોએ જે ખર્ચ કર્યા છે તેમાં ખાસ કરીને એફિડેવિટ, ડિપોઝિટ તથા પોતાના વિસ્તારમાં યોજેલી રેલીની સાથે કાર્યાલય પર આવતા લોકોને ચા-પાણી તથા નાસ્તાનો ખર્ચ બતાવ્યો છે.

દસાડાના સોલંકીનો ખર્ચ સૌથી ઓછો

બેઠકભાજપકૉંગ્રેસઆપ
લીંબડી3,51,2891,96,65296,200
ચોટીલા86,8001,98,02768,000
ધ્રાંગધ્રા01,66,8752,24,760
દસાડા054007750
અન્ય સમાચારો પણ છે...