ચિઠ્ઠી'એ જીતાડ્યા:હળવદના બે ગામોમાં ટાઇ પડતા 'મત' નહીં પણ 'ચિઠ્ઠી'એ ઉમેદવારોને જીતાડ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેય સભ્યો માટે ચિઠ્ઠી નાખી વિજેતા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા

ગ્રામપંચાયતના ચૂંટણી સંગ્રામમાં આજે હળવદ તાલુકાના અજીતગઢ અને સરંભડા ગામમાં ચૂંટણી લડતા બે સભ્યોને સમાન મત મળતા ટાઈ પડી હતી. પરિણામે સરખા મત મેળવનારા ચારેય સભ્યો માટે ચિઠ્ઠી નાખી વિજેતા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા.

આજે હળવદ તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સમયે સરંભડા ગામના સભ્યપદના ઉમેદવાર જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા અને તેમના હરીફ ઉમેદવાર રતાભાઈ ભરવાડને 41-41 મત મળતા બન્ને વચ્ચે ટાઈ સર્જાઈ હતી બાદમાં ચૂંટણીતંત્ર દ્વારા બન્ને ઉમેદવારો માટે ચિઠ્ઠી નાખવામાં આવતા જયંતીભાઈ ધરમશીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા.

એ જ રીતે હળવદ તાલુકાના અજીતગઢ ગામના વોર્ડ સભ્ય માટે ચૂંટણી લડતા ગીતાબેન ગોઠી અને આશાબેન સંઘાણીને પણ એક સરખા 86-86 મત મળતા ચૂંટણી તંત્ર દ્વારા બન્ને ઉમેદવારો માટે ચિઠ્ઠી ઉલાળવામાં આવતા આશાબેન સંઘાણી વિજેતા જાહેર થયા હતા.આમ, આજે બન્ને ગામના સભ્યપદના ઉમેદવારો માટે મત નહીં પણ ચિઠ્ઠી બળુકી સાબિત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...