તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંયુક્ત પાલિકા વોર્ડ નં. 1:છેવાડાનો વિકાસ નહીં, દૂઘરેજનો સમાવેશ છતાં સુવિધાઓ અપૂરતી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર વોર્ડ નં. 1માં બિસ્માર રસ્તાની સમસ્યાના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર વોર્ડ નં. 1માં બિસ્માર રસ્તાની સમસ્યાના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે.
 • વોર્ડમાં ઠાકોર, માલધારી, ક્ષત્રીય અને દલિત સમાજનું પ્રભુત્વ વધુ

સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાની ચૂંટણી રંગ બરાબર જામી ગયો છે. આવા સમયે જેના પર હાર જીતનો મદાર છે તેવા મતદાતાઓની વોર્ડમાં શું મુશ્કેલી છે તે જાણવા માટે દિવ્યભાસ્કરે પ્રયાસ કર્યો હતો. કુલ 17402નું મતદાન ધરાવતા વોર્ડનં 1ની મુખ્ય સમસ્યા પાકા રસ્તા અને વરસાદી પાણીના નિકાલની મોટી સમસ્યા છે.

1994માં દૂધરેજનો પાલિકામાં સમાવેશ
શહેરના છેવાડે આવેલા આ વોર્ડમાં દૂધરેજ ગામનો પણ સમાવેશ થાય છે. જોકે દૂધરેજ પહેલા ગામડુ હતુ પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા બાદ પણ દૂધરેજના લોકોને ખાસ કાઇ સુવિધા મળી નથી.આટલુ જ નહી પરંતુ વોર્ડનં 1ના છેવાડાનો વિકસતો વિસ્તાર પણ સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ વોર્ડમાં બે વર્ષ પહેલા બનાવેલા રસ્તાઓ પણ તુટી ગયાની આમ જનતાની ફરિયાદ છે. ઠાકોર,માલધારી,ક્ષત્રીય અને દલીત સમાજના લોકોનું સૌથી વધુ મતદાન છે. આ ઉપરાંત અન્ય જ્ઞાતીના લોકો પણ અહીયા રહે છે. સામાન્ય રીતે આ વોર્ડમા કયારેક ભાજપ તો કયારેક કોંગ્રેસની બેઠકો આવેલી છે. વોર્ડના લોકોનો એક જ સુર છે કે બોડી ભાજપી આવે કે કોંગ્રેસની પણ અમારી પાયાની સમસ્યા દૂર કરે તો સારૂ અને પક્ષ માટે પણ સમસ્યા દૂર કરવાનો મોટો પડકાર છે. જ્યારે સ્થાનિક રહીશ છગનભાઇ રબારીએ જણાવ્યું કે,ચોમાસામાં સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં ઘરની બહાર પણ નિકળવું મુશ્કેલ બને છે.

કુલ મતદાર : 17402

કયા કયા વિસ્તાર
દૂધરેજ ગામ
વહાણવટીનગર
વર્ધમાનનગર અંબિકાપાર્ક 1
રબારીનેશ
સોમનગર
નાગદેવ વિસ્તાર
નિર્મળનગર સિધ્ધનાથનગર આનંદનગર 1
બંસીધર પાર્ક મફતીયાપરા અંબાજી ચોક પાસે
મેલડીપરા
ફિરદોષ સોસાયટી
વેલનાથ સોસાયટી
વડનગર
હરિશક્તિ સોસાયટી
ગાયત્રી સોસાયટી
સહીતનો વિસ્તાર

પાણી વિતરણનો કોઇ સમય નક્કી નથી
અમે 5 વર્ષથી અહીં વસવાટ કરીએ છીએ. પાલિકા દ્વારા નવી પાણીની લાઇન નંખાઇ છે પરંતુ વિતરણનો કોઇ સમય નક્કી નથી. ક્યારેક સવારે તો ક્યારેક બપોરે અને અમુક સમયે મોડી સાંજે પાણી આવે છે. જેથી અનેક પરિવારો પાણીથી વંચીત રહે છે. - આશિષભાઇ, સ્થાનિક રહીશ

18 વર્ષથી રહ્યું છું, માત્ર 2 જ વાર રોડ બન્યા છે
સિધ્ધનાથનગરમાં અમે 18 વર્ષથી રહીએ છીએ. આટલા વર્ષોમાં અત્યાર સુધીમાં માંડ બે વાર નવા રસ્તા બનાવવામાં આવ્યા છે પરંતુ બે વર્ષમાં જ રસ્તા બિસ્માર બની જાય છે. - કિશોરભાઇ જાદવ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો