તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલે ભારત બંધ:સુરેન્દ્રનગર જિલ્લાની તમામ APMC આવતી કાલે બંધમાં નહીં જોડાય, કોંગ્રેસ દ્વારા દુકાન બંધ નહીં રાખે એની દુકાન બહાર એક ખેડૂત આખો દિવસ ઉપવાસ પર બેસશે

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાની તમામ APMC ભારત બંધમાં નહીં જોડાય - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાની તમામ APMC ભારત બંધમાં નહીં જોડાય

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી, મૂળી, સાયલા, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, લખતર સહિતની તમામ APMC ભાજપ પ્રેરિત હોવાથી ભારત બંધને સમર્થન નહી આપે અને આ તમામ APMC સેન્ટરો આવતી કાલે રાબેતા મુજબ શરૂ રહેશે. બીજી બાજુ પાટડી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા બંધના એલાનનું અનોખી રીતે સમર્થન કરવામાં આવશે.

બંધમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
દસાડા-લખતર મત વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસી આગેવાન વિક્રમ રબારી અને દસાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલાભાઇ પટેલ દ્વારા પાટડીના વિવિધ વેપારી એશોશીયેશન સાથે મેરોથોન મીટીંગોનો દોર અને ટેલિફોનીક ચર્ચાઓ કરી આવતી કાલના ખેડૂતોના પ્રશ્ને બંધના એલાનમાં સમર્થન આપી બંધમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.

ખેડૂતોના પ્રશ્ને બંધના એલાનમાં સમર્થન આપી બંધમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું
ખેડૂતોના પ્રશ્ને બંધના એલાનમાં સમર્થન આપી બંધમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું

પ્રતિક ધરણાં કરી શાંતિ પૂર્વક વિરોધનો સુર નોંધાવશે
આ અંગે કોંગ્રેસના આગેવાન વિક્રમભાઇ રબારીએ જણાવ્યું કે, ભારત બંધના એલાનમાં પાટડી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વહેલી સવારથી પાટડી નગરની તમામ દુકાનદારોને બંધમાં જોડાઇ દુકાન બંધ રાખવા હાથ જોડી વિનંતી કરવામાં આવશે અને છતાં જો કોઇ દુકાનદાર દુકાન ચાલુ રાખશે એ તમામ દુકાનદારોની દુકાન બહાર એક ખેડૂત સવારથી સાંજ સુધી પ્રતિક ધરણાં કરી શાંતિ પૂર્વક વિરોધનો સુર નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો