તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ રિકવર એકપણ નહીં : એક્ટિવ કેસ 71

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૂળી-2, ધ્રાંગધ્રા-3 અને વઢવાણમાં 3 કેસો ધ્યાને આવ્યા
 • 25 દિવસથી એક્ટિવ કેસોમાં સતત વધારો, તંત્રમાં દોડધામ

જિલ્લામાં સતત 25 દિવસ સુધી કોરોના કેસનો આંક સિંગલ ફિગરમાં આવી રહ્યો છે. ત્યારે બુધવાર મૂળી, ધ્રાંગધ્રા અને વઢવાણમાં કેસો ધ્યાને આવતા 8 લોકો કોરોના પોઝિટીવમાં સપડાયા હતા. જ્યારે મૂળી તાલુકામાં 45થી 59 વર્ષની વયના 1661 કોમોર્બીડ અને 60 વર્ષથી વધુ વય ધરાવતા 2984 મળીને કુલ 4645 લોકોને વેક્સિન અપાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 15 માર્ચના રોજ એક દિવસમાં 12 જેટલા કોરોના પોઝિટીવના કેસો ધ્યાને આવતા તંત્રમાં દોડધામ મચી હતી. પરંતુ ત્યારબાદ આ કેસો સિંગલ ડિઝીટમાં મર્યાદીત રહેતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ છે. ત્યારે તા. 24 માર્ચને બુધવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 8 કોરોના પોઝિટીવ કેસો ધ્યાને આવ્યા હતા. જેમાં ધ્રાંગધ્રામાં -3, મૂળીમાં -2 તેમજ વઢવાણ તાલુકામાં 3 કેસો બહાર આવ્યા હતા. જ્યારે આ દિવસે કોરોનાના કારણે એકપણ વ્યકિતનું મોત થયુ ન હતુ અને કોઇ દર્દી કોરોના મુક્ત બન્યો ન હતો. બુધવારના 8 કેસોની સાથે 25 દિવસોમાં 71 જેટલા કેસો એક્ટિવ રહ્યા હતા. જિલ્લામાં હાલ 3509 જેટલા કુલ પોઝિટીવ કેસોની સામે 228 લોકો મોતને ભેટ્યા છે. તેમજ 3210 જેટલા લોકો કોરોનામુક્ત બન્યા છે.

જ્યારે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે મેમકા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્યકક્ષાએ રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય દેવુબેન હડિયલ, આરોગ્ય કર્મી સમતાબેન મસાણી, રવિભાઇ સોનાગ્રા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગામના નટુભાઈ, કાનજીભાઈ રાજપુત, ધનજીભાઈ સહિત 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 435 જેટલા ગામલોકોએ રસીનો લાભ લીધો હતો.

ચુડામાં બારમાની વિધીમાં લોકો માટે સેનેટાઈઝર મશીન મુકાયું
ચુડાના 1 પરિવારમાં મરણ થતાં સાવચેતી જ સલામતીના ભાગરૂપે વિધીમાં ઘરે આવતા લોકોને સેનેટાઇઝર બુથમાંથી પ્રવેશ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો