તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જિલ્લામાં ગુરુવારે કોરોનાના એક પણ દર્દીનું મોત નહીં, થાનમાં 19 કેસ પણ તંત્ર ના પાડે છે, ગુરુવારે કોઈ દર્દી કોરોનામુક્ત નહીં

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

જિલ્લાંમાં કોરોના આંકમાં સતતધારો થઇ રહ્યો છે. જેમાં વધુ 14 કેસોનો ગુરૂવારે ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ 3600ની સપાટીએ પહોંચ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે. ત્યારે ગુરુવારે વધુ 14 કેસો નોંધાયા હતા. આમ જિલ્લામાં 9 કેસોના ઉમેરા સાથે સાથે કુલ 3600 પર પોઝીટીવ કેસોનો આંક પહોંચી ગયો હતો.

જ્યારે ગુરૂવારે રાહતના સમાચાર એ રહ્યા હતા કે એકપણ દર્દીનો મોત થયુ ન હોવાથી મૃતક આંક 229પર સ્થિર રહ્યો હતો. આ ઉપરાંત કોઇ કોરોના દર્દી ગુરૂવારે સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3227 પર જ સ્થિર રહ્યો હતો. થાન આરોગ્ય કેન્દ્રના ડો.નીશાંત ચેટાએ જણાવ્યુ કે થાનમાં 45 લોકોના ચેકઅપ કરાયા હતા. જેમાંથી 19 લોકો કોરોના પોઝીટીવ જણાયા હતા.જોકે તંત્રે આ વાતનો ઈનકાર કર્યો હતો.

લખતર તાલુકામાં 24 કલાકમાં 8 કેસ
લખતર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કેસનો રાફડો ફાટયો હોય તેમ 8 કેસો નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં તાલુકાનાં ઘણાદ ગામે 2કેસ, લખતરમાં 2 કેસ, આદલસર ગામે 2 કેસ, વણા ગામે1 કેસ તથા ઓળક ગામે 1 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા હોવાનું તાલુકા હેલ્થ કચેરીમાંથી જણાવ્યુ હતુ.

3206 રસી લીધી
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના વધી રહેલાં કેસને પગલે ગુરુવારે જિલ્લાભરમાં કુલ 3206 લોકોને કોરોનાથી રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂવારથી જિલ્લામાં 45 વર્ષકે તેથી વધુના વય ધરાવતા લોકોને પણ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો