તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સુરેન્દ્રનગર જિલ્લામાં 17 દિવસથી કોરોનાનો એકપણ કેસ નહીં, મૃત્યુ પણ નહીં

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનામાં શુક્રવારે એકપણ કેસ, મોત કે દર્દી દાખલ ન હોવાનું બહાર આવ્યુ હતુ. આમ તા.15 જૂને નોંધાયેલા 1 કેસ બાદ છેલ્લા 17 દિવસમાં કોરોના કે, મૃત્યુ તેમજ દાખલ દર્દીની સંખ્યા શૂન્ય રહેતા જિલ્લામાં રાહતની લાગણી ફેલાઇ છે.

ઝાલાવાડમાં કોરોના કાળચક્રમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો તેમાં સપડાઇ ચૂક્યા છે. જેના કારણે જિલ્લામાં 7399 પોઝીટીવ કેસ, 446 લોકોના મોત તેમજ 7393 લોકો સાજા થયા હોય તેવો આંક તા. 15 જુને એક કેસ નોંધાતા આવ્યો હતો. પ્રથમ લહેરની સામે બીજી લહેરમાં બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન સહિતની લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરંતુ 2021ના એપ્રિલ અને મે માસ બાદ જુન માસમાં કોરોના હળવો પડતા લોકો સાથે આરોગ્ય તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. કારણ કે જિલ્લામાં તા. 16 જુનથી લઇને 2 જુલાઈ સુધીમાં એકપણ કેસ, મોત કે દર્દી ન હોવાનું સરકારી ચોપડે ધ્યાને આવ્યુ હતુ. પરિણામે છેલ્લા 17 દિવસમાં જિલ્લામાં કોરોનાનો કેસ, મોત તેમજ દર્દીની સંખ્યા શૂન્ય રહી હતી. બીજી તરફ જિલ્લામાં ઉભા કરાયેલા અંદાજે 1420 બેડો પણ ખાલી જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં એક સમયે બેડ સાથે ઓક્સિજન પણ ખૂટ જવાના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ આ કોવિડ હોસ્પિટલમાં હાલ કોઇ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર નથી લઇ રહ્યો હોવાનું બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...