કોરોના અપડેટ:જિલ્લામાં રવિવારે કોરોનાનો એક પણ કેસ નહી,1 દર્દી સાજો થયો

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.6 માર્ચને રવિવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો ન હતો. જ્યારે જિલ્લામાંથી આ દિવસે 1 દર્દી સાજો થયો હતો. આમ કુલ 1961 કોરોના કેસમા 1953 લોકો કોરોના મુક્ત બનતા 5 એક્ટિવ કેસ રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો ન હતો. આ દિવસે 1 દર્દી કોરોનામુક્ત બન્યો હતો. આમ જિલ્લામાં નોંધાયેલા કુલ 1961 કેસોમાંથી 1953 લોકો સાજા થયા હતા. અત્યારની સ્થિતિએ ધ્રાંગધ્રામાં -2, લખતરમાં-1, પાટડીમાં-1, વઢવાણમાં-1 સહિત કુલ 5 કેસ એક્ટિવ રહ્યા હતા. બીજી તરફ જિલ્લામાં રવિવારે 521 લોકોએ રસી લેતા કુલ 28,92,101 લોકોનું રસીકરણ થયું હતું.

14,24,927 પ્રથમ અને 14,41,625 બીજો ડોઝ તેમજ 25,458 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. કુલ રસીકરણમાં 15,32,285 પુરૂષો અને 13,33,775 મહિલાઓનો સમાવેશ થાય છે. જેના માટે કોવિશિલ્ડની 23,36,440 તેમજ કોવેક્સિનની 5,55,570 રસીના ડોઝનો ઉપયોગ થયો હતો. જિલ્લાના 15-17ની વયના 2,15,897, 18-44ની ઉંમરના 17,01,006, 45-60ની વયના 6,12,527 તેમજ 60-થી ઉપરની ઉંમરના 3,62,580 લોકોએ રસી મૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...