તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ સોમવાર:જિલ્લામાં કોરોનાને એક પણ કેસ નહીં, 24 કલાકમાં 9719એ રસી લીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 3,41,682 લોકોને રસી અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 3 કેસ નોંધાયા બાદ સોમવારે એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આ દિવસે જિલ્લામાં દર કલાકે અંદાજે 1080 લોકો રસી મૂકાવતા એક દિવસમાં 9719 લોકોએ રસીનો લાભ લીધો હતો. આથી જિલ્લામાં રસીકરણનો આંક 3,41,682 પર પહોંચી ગયો હતો.

ઝાલાવાડમાં પાંચ દિવસ બાદ એટલે રવિવાર 3 કેસ સાથે કોરોનાએ દેખા દીધી હતી. ત્યારે સોમવારે અક પણ કેસ ધ્યાને ન આવતા તંત્રે રાહતનો દમ લીધો હતો. સોમવારે પણ જિલ્લામાં વઢવાણમાં-7, ધ્રાંગધ્રામાં-5, ચોટીલામાં-1, લીંબડીમાં-1, મૂળીમાં-1 કેસ સાથે કુલ 15 એક્ટિવ કેસ ધ્યાને આવ્યા હતા. આ દિવસે 1272 આરટીપીસીઆર, 134 એન્ટિજન ટેસ્ટ સાથે કુલ 1406 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3,41,682 રસીકરણનો આંક રહ્યો હતો. જેમાં 2,68,855 લોકોએ પ્રથમ તેમજ 72,827 લોકોએ બીજો ડોઝ લીધો હતો. હાલ 1,45,493 પુરૂષો તેમજ 1,23,308 મહિલાઓએ રસી મૂકાવી હતી.

રસીકરણમાં સોમવારે લોકોમાં રસી માટે ઉત્સાહ જોવા મળતા દર કલાકે 1080 લોકોએ રસીનો લાભ લેતા આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો રસી લે તેવી પણ તંત્રને આશા જાગી છે. કારણ કે અત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના 81,703 લોકો અને 45થી60 વર્ષના 1,04,581 લોકો તેમજ 60થી ઉપરના 82,498 લોકો કોરોના રક્ષણ સામે રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...