મહિલા સશક્તિકરણ:ભાઈ નથી, પણ મારાં માતા-પિતા માટે અમે દીકરા સમાન છીએ : ખુશાલી છાસિયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ ગાવાનું ઓછું કર્યું તો દીકરીએે પિતાનું નામ રોશન કરવાનું લક્ષ્ય બનાવ્યું

ધ્રાંગધ્રા તાલુકાન દુદાપુર ગામના રણછોડભાઈ ભીખાભાઈ છાશીયા ખેતી તેમજ પથ્થરોની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે રણછોડભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. હાલ આ પરિવાર સુરેન્દ્રનગર મારૂતિ પાર્કમાં વસવાટ કર્યો છે. ખુબ જ ખરાબ પરિસ્થિતિમાં પસાર થઇ રહેલા આ પરિવારને મદદરૂપ થવા દિકરીઓએ ખેતીકામ, ઘરકામ સહિતમાં લાગી ગઇ હતી. જેમાં મોટી દિકરી જાગૃતિ સારા અભ્યાસ થકી હાલ નર્સમાં પણ નોકરી કરી રહી છે. જ્યારે બીજી તરફ રણછોડભાઈ લોકગીત, માતાજીના ગરબા ગાવાનું પણ કામ કરતા જેના કારણે ગામડે ગામડે સાથે જતી ખુશાલી નામની દિકરીને પિતામાંથી ગાવાની પ્રેરણા મળી અને પોતાની જાતે હાલ પિતાએ ગાવાનું ઓછુ કર્યુ તો તે માતાજીના ગરબા અને લોકગીત ગાવા જાય છે.

ધો. 12 સુધી ભણેલા 21 વર્ષના ખુશાલી છાસીયાએ જણાવ્યું કે, મારા માતા-પિતા ખુબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. આથી મે છેલ્લા 3 વર્ષથી કલાસ કે ટે્નિંગ વગર દરરોજ 4થી 5 કલાક મહેનત કરી રહી છુ. હાલ પરિવારમાં બે વર્ષની સૌથી નાની સાક્ષી બહેન પણ છે. ગરીબ પરિવારને ત્યાં માંડવા, લગ્નપ્રસંગ હોય તો નિ:શુલ્ક સેવાઓ આપી રહ્યા છીએ જેના કારણે અત્યાર સુધીમાં 7થી વધુ પરિવારોને ત્યાં અમે આવુ કાર્ય કર્યુ છે. હાલ હું અશોકભાઈ સુમેસરા પાસેથી હાર્મોનિયમ શીખી રહી છુ. જેમ જેમ પ્રગિત થશે તેમ તેમ વૃદ્ધાશ્રમ, અનાથશ્રમ તેમજ ગરીબ લોકોની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને હાલ પિતાની જવાબદારી મે સંભાળી છે. આથી લોકો મને મારા પિતાના નામથી ઓળખે તેવુ કાર્ય કરવુ છે. કારણ કે મારે ભાઈ નથી, પણ મારા માતા-પિતા માટે અમે ત્રણેય દિકરીઓ દિકરા સમાન છીએ અને દિકરા જેવી જ ફરજ અદા કરવી છે.

અન્ય સમાચારો પણ છે...