તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રસ્તાની સુવિધા નથી, ગટરો ઉભરાતાં ગંદકી થાય છે : મહિલાઓ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર વોર્ડ 3માં 5 વર્ષથી રહેતા હોવા છતાં
  • ટીબી હોસ્પિટલ પાછળ રહેતી મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ, કચેરીમાં કોઇ હાજર નહીં, મહિલાઓ સૂત્રોચ્ચાર કર્યા

સુરેન્દ્રનગરના છેવાડે આવેલા અનેક વિસ્તારમાં હજુ પણ પાયાની સુવિધા ન હોવાની બુમો ઉઠી રહી છે. ત્યારે વોર્ડ નં 3માં આવેલા ટીબી પાછળના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી લોકો રહેતા હોવા છતા રોડ, રસ્તા અને ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે મંગળવારે સાંજ મહિલાઓએ પાલિકા કચેરી ગજવી હતી.

શહેરમાં કરોડો રૂપીયાના વિકાસના કામો કરવામાં આવ્યા હોવની ભાજપ વાતો કરી રહ્યુ છે. ત્યારે હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જયાના લોકો પાયાગત સુવિધાથી વંચીત છે. આવા રહીશોના ટોળા અવાર નવાર પાલિકામાં દોડી આવીને સુવિધાની માંગ કરે છે.

ત્યારે મંગળવારે વોર્ડ નં.3માં ટીબી હોસ્પીટલ પાછળ રહેતી મહિલાઓનું ટોળુ પાલિકામાં આવ્યુ હતુ. અને છેલ્લા 5 વર્ષથી પોતે રહેતા હોવા છતા પોતાના વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા નથી. આટલુ જ નહી પરંતુ ઉભરાતી ગટરોને કારણે ગંદકી ખુબ જ થાય છે.કચરો લેવા માટે ગાડી પણ ન આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોતાના વિસ્તારમાં સુવિધા આપવા માટે 5 વખત રજૂઆતો કરી છતા કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવ્યુ હતુ. સાંજે રજૂઆત માટે બોલાવ્યા હોવા છતા કોઇ અધિકારી કે પદાધિકારી હાજર ન હોય રોષે ભરાયેલી મહિલાઓ પાલિકાની ઓસરીમાં બેસી ગઇ હતી અને સુત્રોચ્ચાર કરીને સુવિધાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...