તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુશીના 11 દિવસ:કોરોનાના કેસ-મોત નહીં, 1.13 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીના સેન્ટરમાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીના સેન્ટરમાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.
  • જિલ્લામાં હાલ 12 એક્ટિવ કેસ, 1420 બેડ ખાલી
  • 10 લાખમાંથી અત્યાર સુધીમાં 4,69,442 લોકોએ રસી લીધી
  • 3,80,081 લોકોએ પ્રથમ ડોઝ અને 89,361 લોકોએ બીજો ડોઝ લીધો, એપ્રિલમાં 2094 કેસ, 143નાં મોત થયાં હતાં

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 16 જૂનથી એટલે કે છેલ્લા 11 દિવસોમાં કોરોનાએ દેખા ન દેતા એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આ દિવસો દરમિયાન 1,13,081 લોકોએ રસી લીધી હતી. શનિવારે 32 સરકારી કેન્દ્રો પર રસીકરણમાં સવારના 9થી સાંજના 8 કલાક દરમિયાન 7,317 લોકોએ રસીનો લાભ લીધો હતો. જિલ્લામાં હાલ 12 એક્ટિવ કેસ હોવાનું પણ બહાર આવ્યું હતું. બીજી તરફ અત્યાર સુધીમાં 4,69,442 લોકોનું રસીકરણ થતા 3,80,081 પ્રથમ તેમજ 89,361 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કાળા કેરના લીધે અત્યાર સુધીમાં કુલ 7400 લોકો કોરોના પોઝિટીવ થયા હતા. જેની સામે બિનસત્તાવાર તેમજ સરકારી સહિત 446 લોકો મોતને ભેટી ચૂકયા છે. તેમાંય ખાસ કરીને એપ્રિલમાં 2094 કેસ, 143 મોત અને 99 લોકોને અને મે માસમાં 1705 કેસ, 74 મોત અને 3219 લોકોને રજા આપવામામાં આવી હતી. આમ કોરોના કારણે જિલ્લામાં 50 ટકા લોકો આ બે માસમાં જ મોતને ભેટ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. પરંતુ જુન માસના 26 દિવસોની વાત કરીએ તો 23 કેસ, એકપણ મોત નહી અને 99 લોકોને રજા આપવામાં આવી હતી.

પરંતુ તા. 16 જુનથી એટલે કે છેલ્લા 11 દિવસોમાં તો એકપણ કેસ, મોત નહીં નોંધાવાની સાથે એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. હાલ કોરોનાના દર્દીને સારવાર માટે તૈયાર રાખવામાં આવેલા 1420 બેડ પણ ખાલી હોવાનું અને હોમ આઇસોલેશનમાં પણ કોઇ દર્દી ન હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે તા.26 જુનને શનિવારે સવારે 9 થી સાંજના 8 કલાક દરમિયાન 7,317 લોકોએ 32 કેન્દ્રો પર રસી મૂકાવી હતી. આમ છેલ્લા 11 દિવસોમાં 1,13,081 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 18-44ની ઉંમરના 74,894, 45-60ની વયના 24,809 તેમજ 60થી ઉપરની ઉંમરના 13,378 લોકોએ 98,891 પ્રથમ ડોઝ તેમજ 14207 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

જેના કારણે અત્યાર સુધીમાં 4,69,442 લોકોનું રસીકરણ થતા 3,80,081 પ્રથમ તેમજ 89,361 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જેમાં કોવિશિલ્ડની 3,94,175 અને કોવેક્સિનની 75,267 લોકોએ રસી મૂકાવી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર પ્રસાદે જણાવ્યું કે, હાલ જિલ્લામાં એકપણ કોરોના કેસ નથી ને જે 12 એક્ટિવ કેસ છે તે પણ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જૂન-2021ના 26 દિવસમાં 18 દિવસ જિલ્લો કોરોના મુક્ત રહ્યો હતો
જૂન-2021ની 1 તારીખે કોરોનાના-3 કેસ, 3 જૂને-1, 5 જૂને-2, 7 જૂને-4, 8 જૂને-6, 9 જૂને 3 કેસ ધ્યાને આવ્યા હતા. ત્યારબાદ 13 જૂને-3 અને 15 જૂને કોરોનો 1 કેસ આવ્યો હતો. આમ જૂનના 26 દિવસોમાં 18 દિવસ એવા રહ્યા હતા કે જેમાં કોરોનાના કેસો અને મોતને લઇને જિલ્લો મુક્ત રહ્યો હતો.

છેલ્લા 11 દિવસમાં અપાયેલી રસી

તારીખપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
16-5-217,891869615116569538760
17-6-21577216004216193821187372
18-6-218585153066072156135210115
19-6-219067804754515397879871
20-6-214250834343811305165084
21-6-21171051958131893934192019043
22-6-219436127468542458138116693
23-6-2112798138294393051169014180
24-6-2111178122280902755155512400
25-6-217562684540518769658246
26-6-21526720503960231610417317
અન્ય સમાચારો પણ છે...