લોક દરબાર:લોક દરબારમાં ફરિયાદ ના કરી, પત્યા પછી 2 ફરિયાદ થઈ

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 19 સ્થળે લોક દરબાર,ચુડામાં ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજ ખોરીના દૂષણને ડામવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ઝુંબેશ રૂપે જિલ્લામાં 19 સ્થળે એક સાથે લોકદરબારનું આયોજન કરાયું હતું. પરંતુ ૩ વ્યક્તિ વ્યાજખોરો વધુ વ્યાજ લેતાં હોય અને દીધું હોય એવી રજૂઆત ધ્રાંગધ્રા લોકદરબારમાં આવી હતી. જ્યારે જોરાવરનગરમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રાણગઢના 2 અને સુરેન્દ્રનગરના 1 વ્યક્તિ એમ 3 સામે ફરિયાદ નોંધાઈ છે.

વ્યાજખોરીમાં પોલીસકર્મી હશે તો પણ ફરિયાદ કરાશે: પોલીસવડા
જોરાવરનગર પોલીસ સ્ટેશન પણ લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ ફરિયાદમાં જોરાવરનગર રામજીના રહીશ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વિરલ કિરીટભાઇ ગાંધીએ શહેરના દાળમીલ રોડ રાજેશ્વરી સોસાયટીના રહીશ જીતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા સામે ફરીયાદ નોંધાવી કે, વિરલભાઇએ જીતેન્દ્રસિંહ પાસેથી વર્ષ 20-21માં રૂ.7,50,000 બે ટકાના વ્યાજે લીધા હતા. જે કટકે કટકે ઓનલાઇન અને રોકડમાં રૂ.25,00,000 10 ટકા વ્યાજ સહિત ચૂકવી આપ્યા તેમ છતા જીતેન્દ્રસિંહ તેમની પાસેથી રૂ.40,00,000 વ્યાજના માગતા હતા. જ્યારે બીજા કિસ્સામાં વઢવાણ પ્રાણગઢના અશોકભાઇ ચતુરભાઇ નાકીયાએ પ્રાગણઢ ગામના ભરતભાઇ રણછોડભાઇ નાકીયા અને વિપુલભાઇ મહાદેવભાઇ નાકીયા સામે ફરિયાદ નોંધાવી કે, અશોકભાઇએ આરોપી ભરતભાઇ અને વિપુલભાઇ પાસેથી ટ્રેક્ટર લેવા માટે બંન્ને પાસેથી એક લાખ એમ કુલ 2 લાખ રૂ.4 ટકાના વ્યાજે લીધા હતા. કોરોના આવ્યો ત્યાં સુધી નિયમિત વ્યાજ ચુકવ્યુ પછી આર્થિક સ્થિતિ ખરાબ થતા વ્યાજ અને મુદલ નચુકવી સકતા પઠાણી ઉઘરાણી કરી હતી.

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ડિવિઝન પોલીસ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતનાં અધ્યક્ષ સ્થાને વ્યાજખોરોને ડામવા માટે લોક દરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં ૩ વ્યક્તિઓ વ્યાજખોરો વધુ વ્યાજ લેતાં હોય અને દીધું હોય એવી રજુઆત પણ કરી હતી.જ્યારે એસપી દ્વારા જણાવામાં આવ્યું હતું કે જો કોઈ પોલીસ સ્ટેશનનાં લોકદરબારમાં ન આવી શકે કોઈથી ડર લાગતો હોય તો અમારા ડીવાયએસ, પીઆઈવગેરે અધિકારી ઘરે જાઇને પણ અરજદારો રજુઆત સાંભળીને યોગ્ય તપાસ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવશે.

જો કોઈપણ વ્યાજખોરમાં પોલીસ કર્મચારી પણ હશે તો પણ એના ઉપર યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે. સીટી એ ડિવિઝન : સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વ્યાજ ખોરીથી પીડીત લોકોને સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વેપારીઓ, શાકભાજીવાળા અને સ્થાનીક લોકો 60થી વધુ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.જેમાંથી 2 અરજીઓ નેગોસીએબલ કેસ એટલે ચેક રીટર્ન અંગે આગવી હતી.પરંતુ તે મેટર કોર્ટમાં હોવાનુ જણાયુ હતુ.જ્યારે કોઇ વ્યાજ વટાવની ફરીયાદ આવી ન હતા સીટીપીઆઇ એમ.ડી.ચૌધરીએ કોઇપણ વ્યાજ ખોરીની સમસ્યાથી પીડીત લોકો કોઇનો પણ ભય રાખ્યા વગર રજૂઆત કરે જવાબદારો સામે કાર્યવાહી કરાશે.આ બેઠકમાં એએસઆઇ એસ.વી.દાફડા, કાંતીભાઇ પરમાર, શક્તીસિંહ, હરદેવસિંહ સહિત સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

સીટી બીડિવિઝન : સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જીઆઇડીસી એસોસિએશન હોલ ખાતે લોકદરબારનું આયોજન કરાતા બેંકોનો સ્ટાફ, પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, વેપારીઓ અને શાકમાર્કેટ લારી ગલ્લા, રીક્ષાવાળા હાજર રહ્યા હતા. જેમાં પીએસઆઈ એમ.બી.વિરજા તેમજ પીએસઆઈ એચ.એસ.જાડેજાએ ઉપસ્થિત લોકોને વ્યાજખોરીના ચકકરમાં ફસાયેલ હોય તો ફરીયાદ કે રજૂઆત હોય તો જણાવવામાં આવ્યુ હતુ. તેમજ આ બાબતે જાહેરમાં જાણ ન કરી શકતા હોય તો ખાનગીમાં પણ અમારા મોબાઇલ ઉપર સંપર્ક કરી રજૂઆત કરવા જાણ કરવા જણાવ્યુ હતુ. આ લોકદરબારમાં ઉપસ્થિત રહેલા લોકો તરફથી કોઇ પ્રશ્નો કે રજૂઆત થઇ ન હતી. અને લોકદરબાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. વઢવાણ પોલીસ સ્ટેશન : વઢવાણ પોલીસ સ્ટેશનના લોકદરબાર મામલતદાર વઢવાણ સ્ટાફ, વિવિધ બેંકોના સ્ટાફ મળી 35 થી 40 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનુસંધાન પાના નં.3 પર

અન્ય સમાચારો પણ છે...