કોરોના અપડેટ:જિલ્લામાં રવિવારે કોઈ કેસ નહીં, 482 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14 નવેમ્બરને રવિવારે રસીકરણમાં 13 કેન્દ્રો પર 482 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે અત્યાર સુધીમાં કુલ કુલ 19.62 લાખ લોકોનું રસીકરણ થયુ હતુ. જ્યારે આ દિવસે 25 લોકોના ટેસ્ટિંગમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો ન હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 14 નવેમ્બરે રવિવારે આરટીપીસીઆરના 25 લોકોના ટેસ્ટમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. જેના કારણે હાલમાં પણ જિલ્લામાં કોરોનાના ત્રણ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે.

જ્યારે 13 કેન્દ્ર પર 482 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે જિલ્લામાં કોવિશિલ્ડની 17,38,282 અને કોવેક્સિનની 2,24,051 રસી સાથે કુલ 19,62,333 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં કુલ 10,38,648 પુરૂષો અને 9,23,282 મહિલાઓએ રસીનો લાભ લીધો હતો.

જિલ્લાના 18-44 વયના 11,71,319, 45-60ની ઉંમરના 4,94,920 અને 60થી ઉપરની વયના 2,96,094 લોકોનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ 11,32,093 લોકોએ તેમજ 8,30,240 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...