કોરોના સંક્રમણ:ગુરુવારે કોરોનાનો કોઈ કેસ નહીં કુલ રસીકરણ 35.71 લાખને પાર

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કુલ 235 કેસમાંથી 229 લોકો સાજા થતા 6 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે કોરોનાનો કોઇ કેસ ધ્યાને આવ્યો ન હતો. જિલ્લામાંથી આ દિવસ એકપણ દર્દી સાજો ન થતા 235માંથી 229 લોકો સાજા થતા 6 એક્ટિવ કેસ રહ્યા છે. આ દિવસ જિલ્લાના કુલ 10 કેન્દ્ર પર 2352 લોકોએ રસી મૂકાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 8 સપ્ટેમ્બરને ગુરૂવારે આરટીપીસીઆરના-662 અને એન્ટિજનના-104 સહિત કુલ 766 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક પણ કોરોના કેસ નોંધાયો ન હતો. આ દિવસે એકપણ દર્દી સાજો ન થતા જિલ્લામાં કુલ 235માંથી 229 લોકો સાજા થતા 6 એક્ટિવ કેસ રહ્યા હતા.

જ્યારે બુધવારે જિલ્લામાં 10 કેન્દ્ર પર 235 લોકોએ કોરોનાની રસી મૂકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 35,71,697 લોકોનુ રસીકરણ થયું હતું. જેમાં પ્રથમ 14,81,463 અને 15,96,732 લોકોએ બીજો ડોઝ તેમજ 4,93,502 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,49,520 પુરૂષો અને 14,28,131 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ રસીકરણમાં કોવિશિલ્ડની 28,54,826 તેમજ કોવેક્સિનની-6,31,227 તેમજ 12થી 14 વર્ષની વયના 85,641 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15થી 17 વર્ષના 2,38,075, 18થી 44 વર્ષની વયના 17,96,432 અને 45થી 60ની ઉંમરના 6,26,349 તેમજ 60થી ઉપરની વયના 4,48,607 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...