કોરોના અપડેટ:જિલ્લામાં ત્રીજા દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં; 5 દર્દી સાજા થયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 60 કેન્દ્રો પર 18,574 લોકોએ રસી મુકાવી
  • જિલ્લામાં​​​​​​​ 229 કેસમાંથી 225 લોકો સાજા થતા 4 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધ-ગુરૂ બાદ શુક્રવારે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. આ દિવસે 5 દર્દી સાજા થતા જિલ્લામાં હાલ 229 માંથી 225 લોકો સાજા થયા અને 4 એક્ટિવ કેસ રહ્યા છે. આ દિવસ જિલ્લાના 18,400 બુસ્ટર ડોઝ સાથે કુલ 18,574 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લામાં તા.2 સપ્ટેમ્બરને શુક્રવારે આરટીપીસીઆરના-758 અને એન્ટિજનના-106 સહિત કુલ 864 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં એકપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત આવ્યો ન હતો. આ દિવસે 5 લોકો કોરોનામુક્ત બનતા હાલ જિલ્લામાં કુલ 229માંથી 225 લોકો સાજા થતા 4 એક્ટિવ કેસ રહ્યા છે.

જ્યારે શુક્રવારે જિલ્લામાં 60 કેન્દ્રો પર 18,574 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 35,44,191 લોકોનુ રસીકરણ થયુ હતુ. જેમાં પ્રથમ 14,81,382 અને 15,96,629 લોકોએ બીજો ડોઝ તેમજ 4,66,180 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જેમાં 16,49,420 પુરૂષો અને 14,28,047 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ રસીકરણમાં કોવિશિલ્ડની 28,29,744 તેમજ કોવેક્સિનની-6,28,803 તેમજ 12 થી 14 વર્ષની વયના 85,644 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15 થી 17 વર્ષના 2,38,061, 18 થી 44 વર્ષની વયના 17,96,282 અને 45થી 60ની ઉંમરના 6,26,311 તેમજ 60થી ઉપરની વયના 4,46,158 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...