તળિયા ઝાટક ડેમ:સાયલા તાલુકામાં નહિંવત વરસાદને કારણે નિંભણી ડેમ ખાલીખમ, ખેડૂતો અને પશુપાલકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં નહિંવત વરસાદને કારણે નિંભણી ડેમ ખાલીખમ રહેવા પામ્યો છે. ત્યારે ચોમાસા દરમિયાન ડેમો ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને પાણીવાળા વિસ્તારોમાં હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસના વાવેતર થતા હોય છે .પણ આ વર્ષે નહિંવત વરસાદ પડવાથી સાયલા તાલુકાનો નિંભણી ડેમ ખાલી રહેતા ધજાળા, ખીટલા, ગુંદીયાવડા, ઉમાપર, વાટાવચ્ચ, સુદામડા, ઓવનગઢ જેવા ગામોમાં પાણીની ભારે મુશ્કેલી અત્યારથી વર્તાવવા પામી છે.

એક બાજુ નહિવત વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયા છે. અને બીજી બાજુ ચોમાસા દરમિયાન ડેમો ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને પાણીવાળા વિસ્તારોમાં હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ અત્યારથી સર્જાઇ છે. ત્યારે ખેડૂતોની એકજ માંગ છે કે, સૌની યોજના મારફત ડેમોમાં પાણી આપવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને લાભ થાય તેમ છે. હાલ પાક નિષ્ફળ ગયા છે. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી મોટી સર્જાશે તેવુ હાલમાં વર્તાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...