કોર્ટનો ચુકાદો:ચૂંટણીમાં મતદારોને પ્રલોભન આપવાના કેસમાં નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ જાહેર કરાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદારોને પ્રલોભન આપવાના કેસમાં નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ - Divya Bhaskar
મતદારોને પ્રલોભન આપવાના કેસમાં નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ
  • વર્ષ 2009ના આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધાઇ હતી

મોરબીમાં વર્ષ 2009માં મોરબીમાં ચૂંટણી સભા દરમિયાન તત્કાલીન ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કાન્તિલાલ અમૃતિયા અને યુવા ભાજપ મોરચાના મનોજ પનારા વિરુદ્ધ નોંધાયેલા આચાર સંહિતા ભંગના કેસમાં આજે મોરબી અદાલતે તમામ લોકોને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.

ચૂંટણીમાં મતદારોને પ્રલોભન આપવા અંગે મોરબીમાં વર્ષ 2009માં ભક્તિનગર નજીક સભા યોજાયા બાદ આચાર સંહિતા ભંગ અંગે તત્કાલીન ધારાસભ્ય અને પ્રવર્તમાન વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જે તે સમયના યુવા ભાજપ મોરચા મોરબીના મનોજ પનારા વિરુદ્ધ આચાર સંહિતા ભંગ અંગે ગુનો નોંધાયો હતો.

આ કેસમાં આજે ફેંસલો હોઇ આજે સવારથી જ ઉત્તેજનાભર્યા માહોલમાં મોરબી કોર્ટમાં ભીડ ઉમટી હતી અને આ કેસમાં આરોપી એવા વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા કૉર્ટમાં હાજર રહ્યા હતા જેમાં નામદાર અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...