મામલતદારની અપીલ:સુરેન્દ્રનગર શહેરના પાત્રતા ન ધરાવતા NFSA, BPL અને અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ રદ કરાવવા અપીલ કરાઈ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલન ન કરનારા લોકો સામે શહેર મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવાની ચીમકી
  • આવા કાર્ડ ધારકોની માહિતી શહેર મામલતદારને મોકલી આપવા નાગરીકોને અનુરોધ

સુરેન્દ્રનગર શહેરના કેટલાક વિસ્તારોમાં અમુક NFSA/BPL/અંત્યોદય કાર્ડ ધારકો પાત્રતા ન ધરાવતા હોવા છતાં જરૂરી માહિતી છુપાવે છે. તેમજ સરકાર તરફથી રાહત ભાવે પૂરો પાડવામાં આવતો અનાજનો જથ્થો ખોટી રીતે મેળવી, યોજનાનો ગેરલાભ લેતા હોય છે.

આવા રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડ રદ કરાવી, સરકાર તરફથી વિતરણ કરવામાં આવતો અનાજનો જથ્થો જતો કરવા એક જાહેર નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ તેનું પાલન ન કરનારા લોકો સામે સુરેન્દ્રનગર શહેર મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

ઉપરાંત ખેતીની જમીન 5 એકર કરતાં વધુ ધરાવતા હોય, સરકારી નોકરિયાત હોય તેમજ પેન્શન રૂપિયા 10 હજારથી વધુ હોય, ફોર વ્હીલર ધરાવતા હોય, કુટુંબની માસિક આવક રૂપિયા 10 હજારથી વધુ હોય, આવક વેરો કે વ્યવસાય વેરો ભરતા હોય તથા કાયમી સ્થળાંતર કરી ગયેલા કાર્ડ ધારકો જો ધ્યાને આવે તો જાહેર જનતાને તે અંગેની વિગતવાર માહિતી સુરેન્દ્રનગર શહેર મામલતદારને ખાનગી રાહે મોકલી આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...