તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક મુખ્ય રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે પાલિકા તંત્ર દ્વારા રૂ. 2.85 કરોડના ખર્ચે 9 જેટલા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરતા 7 જેટલા રસ્તાઓ પૂર્ણ કરાયા હતા. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારા મુખ્ય રસ્તાઓ ખાડાખળીયા તેમજ બિસ્માર બનતા નવિનીકરણ થાય અને ચાલવા જેવા બને તેવી લોકમાંગ ઉઠી હતી. આથી પ્રાંત અધિકારી અનિલભાઈ ગોસ્વામી, ચીફ ઓફિસર સંજયભાઈ પંડયાએ શહેરના મુખ્ય રસ્તાઓની કામગીરી માટે આદેશો કર્યા હતા.
જેને લઇને પાલિકા એન્જિનિયર કે.જી.હેરમાં, જયેશભાઈ સોલંકી, રવિભાઈ ચાવડા સહિતની ટીમોએ શહેરના રસ્તા સુધારવા અને બનાવવા માટે કાર્યવાહી ધરી હતી. જેના કારણે બંને શહેરના 9 થી વધુ રસ્તાઓ રૂ. 2.85 કરોડના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. જેમાં આ રસ્તાઓ અંદાજે 7 કિમીની લંબાઇ તેમજ 4 થી 8 મીટર પહોળાઇમાં સુધરશે. હાલ શહેરના જંકશન રોડ, રિવરફ્રન્ટ રોડ, ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ, જનસેવા હોસ્પિટલથી મારૂતિ પાર્કની ચોકડી, તપોવનથી અલ્કાપુરી ચોકડી તેમજ અલ્કાપુરીથી બ્રહ્માકુમારી સર્કલ સુધીના 7 જેટલા રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.