તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયોગ:મુળીના દુધઇ ગામે હેલ્થવર્કરે ઘેર-ઘેર ફરીને લોકોને રસી આપી; લોકોમાં જાગૃતિ આવતા બીજો ડોઝ લેવા સામેથી આવતા થયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દુધઇના ફિમેલ હેલ્થ વર્કરે ઘેર ઘેર જઇ રસીકરણ અભિયાન હાથ ધર્યુ હતુ. - Divya Bhaskar
દુધઇના ફિમેલ હેલ્થ વર્કરે ઘેર ઘેર જઇ રસીકરણ અભિયાન હાથ ધર્યુ હતુ.

મૂળીના દુધઇ ગામના લોકોમાં કોરોના રસી ન લેતા હોવાથી ગામના ફિમેલ હેલ્થ વર્કરે રસીકરણ અભિયાન હાથ ધર્યુ હતુ. જેમાં આશાવર્કરને સાથે રાખી ગામના ઘેર ઘેર ફરી લોકોની ગેરમાન્યતા દુરકરી લોકોને રસી આપતા ગામ કોરોના મુક્ત થયુ છે. આજે 11 મી મે એટલે વિશ્વ આંતર રાષ્ટ્રીય નર્સ ડે તરી કે મનાવાય છે. વર્ષ 1965થી વિશ્વભરમાં મનાવાતો આ દિવસ વિશ્વના સૌથી લોકપ્રિય નર્સ જેમણે મોર્ડન નર્સિંગના બીજ રોપ્યા તેવા લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઇટીન્ગલની યાદમાં મનાવાય છે. તેઓએ નર્સિંગક્ષેત્રે કાંઇક નવુ કરી વિશ્વભરમાં નર્સના મહત્વને સમજાવ્યુ હતુ. હાલ કોરોનાની પરિસ્થિતિમાં અનેક નર્સો નાઇટીન્ગલની જેમજ સેવા આપી રહ્યા છે.

ત્યારે મુળીના નાનકડા દુધઇ ગામના ફિમેલ હેલ્થ વર્કરે ગામના લોકોમાં કોરોના રસીના ભ્રમ દુરકરી રસીકરણ અભિયાન થકી ગામલોકોને કોરોનાથી રક્ષીત કર્યા છે. મુળ થાનના વતની હેતલબેન હસમુખભાઇ રાઠોડ છેલ્લા ચાર વર્ષી મુળી તાલુકાના દુધઇ ગામે હેલ્થ સબ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તા.16-1-21થી દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત કરાઇ છે. જેના ભાગ રૂપે હેતલબેને હેલ્થસેન્ટરે રસીકરણ શરૂ કર્યુ હતુ. પરંતુ બે દિવસ રાહ જોયા બાદ પણ ગામમાંથી કોઇ રસી લેવા આવ્યુ ન હતું આથી તેઓએ તેમના બે વર્ષના પુત્રને ઘરી મુકી ગામમા રસીકરણ માટે અભિયાન હાથ ધર્યુ હતુ.

આ અંગે હેતલબેને જણાવ્યુ કે ગામના આશાવર્કર વૈશાલીબેન વ્યાસને સાથે રાખી તેઓ ઘેરઘેર જઇ રસી અંગે અને કોરોનાના નિયમ પાલન અંગે સમજ આપી હતી. અને લોકોની ગેરમાન્યતા દુર કરવા પોતે સૌપ્રથમ રસી લઇ રસીની વિશ્વશનીયતા અંગે જાગૃતિ લાવી લોકોને રસીઆપવાનું શરૂકર્યુ હતુ.આથી ગામના 45 વર્ષથી વધુના 300 લોકોએ પ્રથમ ડોઝ લીધો અને હાલ બીજો ડોઝ આપવાનું કામ ચાલી રહ્યુ છે.હેતલબેનના અભિયાન થકી હાલ લોકોમાં જાગૃતતા આવતા સામે ચાલી રસી લેવા આવી રહ્યા છે. અમારો પ્રોગ સફળ નિવડતા હાલ ગામમાં એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી. આમ આવા આરોગ્યસેનાનીઓની ફરજનિષ્ઠાથી કોરોના સામેની લડાઇ લડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...